વપરાશકર્તાઓ તેમના હાલના રેલકનેક્ટ અથવા યુટીસનમોબાઇલ એકાઉન્ટથી લોગિન કરી શકે છે. તેનો ઉદ્દેશ્ય રેલ્વે સેવાઓને વધુ સરળ, સુલભ અને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ બનાવવાનો છે. TOI ના અહેવાલ મુજબ, RailOne એપ પર, મુસાફરો IRCTC ટિકિટ બુકિંગ, અનરિઝર્વ્ડ અને પ્લેટફોર્મ ટિકિટ ખરીદી, PNR અને લાઈવ ટ્રેન સ્ટેટસ ચેક, કોચ પોઝિશન, રેલ મદદ અને મુસાફરી પ્રતિસાદ જેવી સુવિધાઓનો લાભ લઈ શકે છે. વધુમાં, મુસાફરો આ એપ પરથી ખોરાકનો ઓર્ડર પણ આપી શકે છે.