PM Mudra Loan Yojana- પ્રધાનમંત્રી મુદ્રા યોજના

શુક્રવાર, 10 જૂન 2022 (12:31 IST)
મુદ્રા લોન યોજના- ભારત સરકાર દ્વારા એપ્રિલ 2015માં પ્રધાનમંત્રી mudra loan Yojana (PMMY) ને શરૂ કર્યો હતો. આ યોજનાનો ઉદ્દેશ્ય નાના -નાના વેપારીઇનો તેમનો નવુ કામ શરૂ કરવાથી પહેલા કે પહેલથી જ શરૂ કામને વધારવા માટે Rs- 50,000 થી દસ લાખ રૂપિયા સુધીની લોનની વ્યવસ્થા કરાઈ છે. આ એક ગરીબ લોન યોજના છે જે નાના વેપારીઓને સરળ શરતમાં બેંકથી ઋણ આપવાની વ્યસ્થા કરાઈ છે. 

આ લિંક પર ક્લિક કરી વધુ જાણકારી મેળવી શકો છો.  https://www.mudra.org.in/

પીએમ મુદ્રા લોન યોજના સરકારની એક એવી યોજના છે જેના હેઠળ તમે લોન મેળવી શકો છો. ખાસ કરીને જો તમે તમારા ઘરની કોઈપણ મહિલાના નામ પર અરજી કરો છો, તો તમને સરળતાથી લોન (PMMY) મળી જશે. ચાલો તમને આ સ્કીમના ફાયદા અને લોન અરજીની પ્રક્રિયા વિશે જણાવીએ.
 
આ લિંક પર ક્લિક કરી લોન માટે અરજી કરી શકો છો  https://pmmydata.mudra.org.in/##
 
કેટલી લોન મેળવી શકાશે
આ યોજના (પ્રધાનમંત્રી મુદ્રા યોજના) હેઠળ અરજદાર 50 હજાર રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે. આમાં 3 પ્રકારની લોન આપવામાં આવે છે. 
 
   ઋણના પ્રકાર   રાશિ 
1  શિશુ  રૂ.50,000 
2  કિશોર 50 હજારથી 5 લાખ રૂ
3  તરુણ  5 થી 10 લાખ રૂ

 
આ લિંક પર ક્લિક કરી લોન માટે અરજી કરી શકો છો  https://pmmydata.mudra.org.in/##

1. તમે પહેલા તેની વેબસાઇટ http://www.mudra.org.in/ પર જઈને લોન એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.
2. અહીં શિશુ લોન માટે ફોર્મ અલગ છે, જ્યારે તરુણ અને કિશોર લોન માટે ફોર્મ સમાન છે.
3. લોન અરજી ફોર્મમાં, મોબાઈલ નંબર, આધાર નંબર, નામ, સરનામું વગેરે જેવી વિગતો આપો.
4. તમારો પાસપોર્ટ ફોટો જોડો.
5. ફોર્મ ભર્યા પછી, કોઈપણ જાહેર અથવા ખાનગી બેંકમાં જાઓ અને બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરો.
6. બેંકના બ્રાન્ચ મેનેજર તમારી પાસેથી કામ વિશે માહિતી લે છે. તેના આધારે PMMY તમને લોન મંજૂર કરે છે.

મહિલા અરજદારને જલ્દી લોન મળશે
હાલમાં કેન્દ્ર સરકાર દેશની મહિલાઓને જાગૃત કરવા માટે ઘણી યોજનાઓ પણ ચલાવી રહી છે. સરકારની આ યોજનામાં મહિલાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. જો તમે પણ બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો તમારે લોન લેતી વખતે તમારા ઘરની મહિલાનું નામ આપવું જોઈએ. મહિલા અરજદારના નામે લોન મળવાની તકો વધી જશે..
 
 
પીએમ મુદ્રા લોન યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
 
    ● ભારતીય નાગરિક આ યોજના માટે પાત્રતા ધરાવે છે.
 
    ● લાભાર્થીનો ક્રેડીટ સ્કોર સારો હોવો જોઈએ.
 
    ● લોન લેનાર અન્ય બેંકોમાંથી ડિફોલ્ટર ન હોવો જોઈએ
 
    ● પીએમ મુદ્રા લોન હેઠળ લોન મેળવતા પહેલા રોકાણ કઈ જગ્યાએ કરશો અને કેટલું કરશો તે બેંકે લેખિતમાં બતાવવું પડશે.
 
    ● અરજદાર પાસે આધારકાર્ડ હોવું જોઈએ.
 
    ● લાભાર્થી પાસે પાનકાર્ડ હોવું જોઈએ.
 
    ● અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
 
    ● છેલ્લા 3 વર્ષનું Income Tax Returns

 
 
Mudra Loan Interest Rate બેંક દીઠ અલગ અલગ હોય શકે છે. લાભાર્થીઓને આ લોન યોજના હેઠળ અંદાજિત 7.30 ની આસપાસ કે વધુ હોય શકે છે.
 
બેંકનું નામ વ્યાજદર
SBI Linked to MCLR
ICICI Bank ICICI bank ની માર્ગદર્શિકા મુજબ
IDBI Bank IDBI ની માર્ગદર્શિકા મુજબ
UCO Bank અંદાજિત 8.85% p.a.
Bank of Baroda અંદાજિત 9.65% p.a.
Indian Overseas Bank Indian Overseas bank ની માર્ગદર્શિકા મુજબ
Union Bank of India અંદાજીત 7.30% p.a.
Canara Bank Canara bank ની માર્ગદર્શિકા મુજબ
Central Bank Central bank ની માર્ગદર્શિકા મુજબ
Bank of Maharashtra અંદાજિત 9.25% p.a.
Oriental Bank of Commerce Oriental bank ની માર્ગદર્શિકા મુજબ
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર