Mahila Swavalamban Yojana - સરકારની આ યોજના સાથે બિઝનેસ કરનારી મહિલાઓને મળશે સબસીડી, જાણો કેવી રીતે ઉઠાવશો લાભ

શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2025 (13:25 IST)
mahila swabhiman yojna
Mahila Swavalamban Yojana: ગુજરાતમાં મહિલાઓને આર્થિક રૂપથી આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરવામાં આવી છે.  સરકાર મહિલાઓને સશક્ત બનાવવા માટે હંમેશા પ્રયાસ કરતી રહે છે.  મહિલા અને બાલ વિકાસ વિભાગને એમહિલા સ્વરોજગાર યોજના મહિલાઓના હુનરના આધાર પર સ્વરોજગાર પુરો પાડવાની દિશામાં એક પ્રશંસનીય પગલુ છે. 
 
આ યોજના હેઠળ જે મહિલાઓ પોતાના ખુદનો વ્યવસાય કરવા માંગે છે તેમને બ્યુટી પાર્લર, ટેલરિંગ, અગરબત્તી બધા પ્રકારના મસાલા, મોતીનુ કામ, દૂધ ઉત્પાદન સહિત 307 વ્યવસાયો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન રાજ્ય સરકાર તરફથી પુરી પાડવામાં આવશે.  
 
રાજ્યમાં ૧૮ થી ૬૫ વર્ષની વયની કોઈપણ મહિલા આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનામાં સબસિડીના દર શ્રેણીવાર નક્કી કરવામાં આવે છે. જેમાં સામાન્ય શ્રેણીની મહિલાઓ માટે પ્રોજેક્ટ ખર્ચના ૩૦% અથવા મહત્તમ ૧ લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવશે.
 
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે 30 ટકા અથવા 60,000 રૂપિયા આપવામાં આવશે. વિધવા મહિલાઓ સબસિડી તરીકે રૂ. 50,000 મેળવવા પાત્ર છે અને 40 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતી મહિલાઓ 40 ટકા અથવા રૂ. 80,000 બેમાંથી જે ઓછું હોય તે મેળવવાને પાત્ર છે.
 
આ યોજના હેઠળ, શહેરી વિસ્તારોમાં રહેતા એવા લોકોને લાભ મળશે જેમના પરિવારની વાર્ષિક આવક 25 લાખ રૂપિયા છે. ગ્રામીણ વિસ્તારોમાં રૂ.  1,5૦,૦૦૦ અને રૂ. 1,2૦,૦૦૦ સુધીની સંપત્તિ ધરાવતી કોઈપણ મહિલા અરજી કરી શકે છે.
 
આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે જરૂરિયાત આધારિત સહાય પૂરી પાડવાનો છે. મહિલા સ્વાવલંબન યોજના દ્વારા, ગાંધીનગરના પરમાર હર્ષાબેન આનંદભાઈએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે અને સફળતાની નવી ઊંચાઈઓ સ્પર્શી છે.
 
હર્ષાબેને પોતાનો વ્યવસાય શરૂ કર્યો
શરૂઆતમાં હર્ષાબેન ખાનગી નોકરી કરતા હતા અને માસિક 15,000 રૂપિયા પગાર મેળવતા હતા. પછી તેમના મનમાં પોતાનો વ્યવસાય શરૂ કરવાની ઇચ્છા જાગી. મહિલા સ્વાવલંબન યોજના વિશે જાણ્યા પછી, તેણીએ કપડાંની દુકાન શરૂ કરવા માટે અરજી કરી. યોગ્ય ચકાસણી પછી, તેને 10,000 રૂપિયા આપવામાં આવ્યા. ઓછા વ્યાજ દરે રૂ. 2,૦૦,૦૦૦ ની લોન સબસિડી મંજૂર કરવામાં આવી હતી.
 
આજે હર્ષાબેન પોતાની દુકાન સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે અને નોકરી કરતાં વધુ કમાણી કરી રહ્યા છે. આ વ્યવસાયમાંથી થતી આવકથી તે પોતાના બાળકોને સારું શિક્ષણ આપી રહી છે અને પરિવારને આર્થિક રીતે પણ મદદ કરી રહી છે. આ યોજના મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. હર્ષાબેનની સફળતાની ગાથા અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહી છે.
 
હર્ષાબેન મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા મહિલા સ્વાવલંબન યોજના હેઠળ, હર્ષાબેન જેવી ગુજરાતની ઘણી મહિલાઓએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે અને સફળતાની નવી ઊંચાઈઓ સ્પર્શી છે. આ યોજનાનો લાભ લેવા માંગતી મહિલાઓ તેમના જિલ્લાના મહિલા અને બાળ અધિકારી કાર્યાલયમાંથી યોજના ફોર્મ મેળવી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર