Digilocker ડિજિલોકરમાં એકાઉન્ટ કેવી રીતે બનાવવું?

સોમવાર, 6 જૂન 2022 (13:48 IST)
સૌપ્રથમ DigiLocker એપ ખોલો. પછી Sign Up ના ઑપ્શન પર કિલ્ક કરવું 
હવે તમને તમારું 'Mobile Number'  જે તમે ઉપયોગ કરી રહ્યા છો તે નોંધાવવુ 
મોબાઈલ પર આવેલ વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTP ને આપેલ બોક્સમાં એંટર કરવુ  'Verify' બટન પર કિલ્ક કરવું. 
OTP વેરીફાઈ થયા પછી તમને username & પાસવર્ડ બનાવવુ છે. પાસ વર્ડ નોંધીને રાખી લો. ત્યારબાદ SIGNUp પર TAP કરવું. 
 
હવે તમારે આ ફોર્મમાં માહિતી ભરવાની છે, કઈ માહિતી તમારે ભરવાની છે એના પગલાં તમને નીચે જણાવવામાં આવ્યા છે.
 
Full Name (as per Aadhaar): અહી તમારે પોતાનું નામ લખવાનું છે જે તમારા આધાર કાર્ડ પ્રમાણે હોવું જોઈએ.
Date of Birth (as per Aadhaar): તમારા આધાર કાર્ડમાં જે જન્મ તારીખ છે તે અહી તમારે ભરવાની છે.
હવે જો તમે પુરુષ હોય તો Male, મહિલા હોય તો Female, અને અન્ય હોય તો Other પર સિલેક્ટ કરવાનું છે.
ત્યારબાદ તમારે આધાર કાર્ડમાં રજીસ્ટર કરેલો મોબાઈલ નંબર લખવાનો છે.
હવે તમારે 6 આંકડાનો એક નવો ગુપ્ત પિન નંબર સેટ કરવાનો છે જેનાથી બીજા અન્ય લોકો તમારી આ એપ ન ખોલી શકે. (મિત્રો આ પિનને સાચવીને જરૂર યાદ રાખજો.)
હવે તમારે Email ID નાખવાનું છે.
ત્યારબાદ તમારે તમારો આધાર કાર્ડ નંબર લખવાનો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર