જાણો યજ્ઞના નવ કુંડની વિશેષતા..

સોમવાર, 2 મે 2016 (15:59 IST)
॥ॐ नमो भगवते वासुदेवाय॥
॥ यज्ञौवैश्रेष्ठतरं कर्मः स यज्ञः स विष्णुः॥
॥ यज्ञात्भवति पर्जन्यः पर्जन्याद्अन्नसम्भवः॥ 
॥ सत्यं परम धीमहि, धरम न दूसर सत्य समाना आगम निगम पुराण बखाना।।
 બાર વર્ષ પછી થનારા સિંહસ્થ ઈશ્વરના દર્શન પૂજન સ્નાન અને યજ્ઞ આહુતિયો માટે પણ વિશેષ સમય માનવામાં આવે છે. સિંહસ્થમાં દરેક બાજુ યજ્ઞ આયોજીત થઈ રહ્યા છે. આવો જાણીએ કે યજ્ઞના હવનકુંડનું શુ મહત્વ છે. 
 
નવ કુંડીય લક્ષ્મીનારાયણ મહાયજ્ઞ અને શ્રીમદ્દભગવત કથાનુ આયોજન પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ યજ્ઞ દરમિયાન સવારથી જ વેદ ઋચાઓ અને શ્રીસૂક્ત પાઠનુ વાચન કરવાથી આસપાસનુ વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી પરિપૂર્ણ થઈ જાય છે. 
 
આગળ જાણો યજ્ઞના નવ કુંડોની વિશેષતા 

યજ્ઞના નવ કુંડોની વિશેષતા 

યજ્ઞનુ આયોજન યજ્ઞ લૌકિક અને પારલૌકિક બંને જ પ્રકારથી બધા માટે હિતકારી છે.  યજ્ઞથી વરસાદ થાય છે. વર્ષથી અનાજ ઉત્પન્ન થાય છે. જેનાથી સંસારનુ જીવન ચાલે છે.  વાયુમંડળમાં મંત્રોનો પ્રભાવ પડે છે. જે પ્રાકૃતિક ઘટનાઓ જેવી કે ભૂકંપ, હિમવર્ષા, હિંસાત્મક ઘટનાઓનુ સમન થાય છે. કારણ કે યજ્ઞ શબ્દબ્રહ્મ છે. 
 
- બધા પ્રકારની મનોકામના પૂર્તિ માટે મુખ્ય ચતુરસ્ત્ર કુંડનુ મહત્વ હોય છે. 
- પુત્ર પ્રાપ્તિ માટે યોનિ કુંડનુ પૂજન જરૂરી છે. 
- જ્ઞાન પ્રાપ્તિ માટે આચાર્ય કુંડનું આયોજન જરૂરી છે. 
- શત્રુ નાશ માટે ત્રિકોણ કુંડ યજ્ઞ ફળદાયી હોય છે. 
-  વેપારમાં વૃદ્ધિ માટે વૃત્ત કુંડ કરવુ લાભદાયક છે. 
- મનની શાંતિ માટે અર્ધચંદ્ર કુંડ કરવામાં આવે છે. 
- લક્ષ્મી પ્રાપ્તિ માટે સમઅષ્ટાસ્ત્ર કુંડ, વિષમ અષ્ટાસ્ત્ર કુંડ, વિષમ ષડાસ્ત્ર કુંડનુ વિશેષ મહત્વ હોય છે. 

વેબદુનિયા પર વાંચો