ઓરિસ્સા ડાંસ ગ્રુપે ઈંડિયાઝ ગોટ ટેલેંટ સ્પર્ધા જીતી

ઓરિસ્સાના પ્રિંસ ડાંસ ગ્રુપ ટીવી રિયાલીટી શો 'ઈંડિયાઝ ગોટ ટેલેંટ' દ્વારા મુંબઈમાં શનિવારે રાત્રે આયોજીત ગ્રાંડ ફિનાલેમાં વિજેતા જાહેર થયા છે. મિત્રો અને સંબંધીઓથી બનેલ આ ગ્રુપને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક સહિત અનેક સામાજીક સંસ્થાઓ અને કોર્પોરેશન સંસ્થાઓએ તેમની પ્રતિભાના વખાણ કરી તેમની જીતને પ્રશંસા સાથે આવકારી હતી.

આ વિજેતા ટીમને ઈનામ રૂપે રૂપિયા 50 લાખની રોકડ રકમ અને સ્વીસની નવી ગાડી મારુતિ સુઝુકી રીટ્ઝ કાર મળી.

આ ગ્રુપમાં જોડાયેલા 22 વર્ષ કરતા ઓછી વયના 26 કલાકારોએ મહાભારત પર આધારિત નૃત્ય-નાટિકા રજૂ કરીને જજ પેનલને પણ મંત્રમુગ્ધ કરી નાખી હતી. .

આ ગ્રુપના કેટલાક કલાકારો સિલ્વર પેઈંટથી રંગાયેલા હતા, જેમાંથી એક કલાકારે ભગવાન ક્રિષ્ણનો રોલ ભજવ્યો હતો.

આ ગ્રુપને 26 વર્ષીય ક્રિષ્ણા મોહન રેડ્ડીએ ડાંસ ટીચર તરીકે પ્રશિક્ષણ આપ્યુ હતુ. આ ગ્રુપ ઓરિસ્સાના બેહરામપુરી જિલ્લાના એક ગામમાંથી આવેલુ છે. આ ગ્રુપમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ હતો.

ફિલ્મકાર શેખર કપૂર અને હીરોઈન સોનાલી બેન્દ્રે અને કિરણ ખેર આ કાર્યક્રમના જજ હતા. આ ગ્રાડ ફિનાલેમાં બોલીવુડના સ્ટાર કલાકાર શાહિદ કપૂર અને રાની મુખર્જીએ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી દીધી હતી. આ સ્ટાર કલાકારો પોતાની આવનારી ફિલ્મ 'દિલ બોલે હડિપ્પા'ની જાહેરાત કરવા આવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો