ભારતીય મહિલા બોક્સર લવલીના બોરગોહેન (Lovlina Borgohain) એ ટોક્યો ઓલંપિક (Tokyo Olympics) માં ભારતનો બીજો મેડલ પાક્કો કરવામાં આવ્યો છે. તે વેલ્ટરવેટ કેટેગરી (64-69 કિગ્રા) ના સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. આ સાથે તેમનો ઓછામાં ઓછો બ્રોંઝ મેડલ પાક્કો થઈ ગયો છે. તે પહેલીવાર ઓલ&પિમાં ઉતરી રહી છે. ક્વાર્ટર ફાઈનલના મુકાબલામાં લવલીનાએ ચીની તાઈપેની નિએન ચીન ચેનને 4-1થી હરઆવી. પહેલા રાઉંડમાં તેને બાઈ મળી હતી. જ્યારે કે રાઉંડ 16 ના મુકાબલામાં તે જર્મનીની 35 વર્ષની મુક્કેબાજ નેદિને એપેટ્ઝને 3-2 થી હરાવ્યુ હતુ. આ પહેલા મહિલા વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ જીત્યો છે.
લવલિના બોર્ગોહૈન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બે વખત એશિયન ચેમ્પિયનશીપમાં એક બ્રોન્ઝ મેડલ વિજેતા છે. લવલિના પહેલાં મહિલા બોકસરે એમસી મેરી કોમે 2012 લંડન ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિક ઇતિહાસમાં ફક્ત બે મહિલા બોક્સરોએ મેડલ જીત્યા છે. પુરુષ વર્ગ કેટેગરીમાં 2008માં વિજેન્દર સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.