દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ ભારતમાં શિક્ષક દિવસના રૂપમાં ઉજવાય છે. આ દિવસ વિદ્યાર્થીઓના ગુરૂના પ્રથે આભાર વ્યક્ત કરવાનો દિવસ હોય છે. આ દિવસે શાળામાં અનેક કાર્યક્રમ થાય છે. જીવનમાં ગુરૂના સ્થાન અન્ય કોઈ લઈ શકતુ નથી. ગુરૂને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહેવામાં આવે છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ (5 સપ્ટેમ્બર) ભારતમાં શિક્ષક દિવસના રૂપમાં મનાવાય છે.
ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના રોજ 1962 થી શિક્ષક દિવસના રૂપમાં ઉજવાય છે. તેમને પોતાના વિદ્યાર્થીઓને શિક્ષક દિવસના રૂપમાં ઉજવવાની ઈચ્છા બતાવી હતી. આ અવસર પર અમે આજે તમને દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ વિશે કેટલીક જરૂરી વાતો બતાવી રહ્યા છે. જે કદાચ જ તમે જાણતા હશો.
- ડો સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના મહાન વિદ્વાન, એક મહાન શિક્ષણશાસ્ત્રી, એક મહાન શિક્ષાવિદ્ય, મહાન વક્તા તેમ જ વૈજ્ઞાનિક હિન્દુ વિચારક પણ હતા. રાધાકૃષ્ણને તેમના જીવનના 40 વર્ષ એક શિક્ષક તરીકે વિતાવ્યા.