જો કે નકારાત્મક ઉર્જાથી સંપૂર્ણ રીતે બચવુ મુશ્કેલ હોય છે પણ શક્ય છે કે મોટે ભાગે આનાથી બચી શકાય. નકારાત્મક ઉર્જા એક રીતે એ જ વિનાશ છે જે ખરાબ પરિસ્થિતિયો કે દુર્ભાગ્ય સાથે મનુષ્યને જોડે છે. શાસ્ત્રોમાં આ નકારાત્મક ઉર્જાઓથી બચવા માટે કેટલાક ઉપાયોની ચર્ચા કરવામાં આવી છે. જ્યારે તમે અચાનક એ અનુભવ કરો કે સફળતાના રસ્તામાં વારેઘડી અવરોધ આવી રહ્યો છે સાથે જ કોઈ ને કોઈ સમસ્યા તમારા કામમાં બાધક બની રહી છે તો તમે શાસ્ત્રોમાં બતાવેલ ઉપાયોને અપનાવીને બધા પ્રકારની નકારાત્મકતા પર વિજય પ્રાપ્ત કરી શકો છો.. આ ઉપાયોમાંથી એક છે તુલસીના પાન અને પાંચ રૂપિયાના સિક્કાની સાથે કરવામાં આવેલ આ પ્રયોગ..
તમારે આ કરવાનુ છે
5 રૂપિયાના સિક્કાને પાણી અને સાબુની મદદથી સારી રીતે ધોઈને સાફ કરો. ત્યારબાદ તુલસીના 11 પાન અને લીલા રંગનુ સ્વચ્છ કપડુ લો. હવે 5 રૂપિયાના સિક્કાની બંને બાજુ 5-5 તુલસીના પાન મુકીને તેને એક દોરાથી બાંધી લો. તેને કોઈ પોટલીની જેમ દેખાય તેવી ગાંઠ બાંધી લો.. આ પોટલી તમે પાણીની ટાંકીમાં નાખી દો. જ્યાથી ન્હાવાનુ પાણી આવે છે. આ પાણીથી રોજ સ્નાન કરવાથી પરિવારના બધા સભ્યો નકારાત્મક ઉર્જાથી દૂર રહે છે. સાથે જ ઘીરે ઘીરે ઘરના બધા સભ્યોને સફળતા મળે છે અને પરિવારમાં સુખ અને શાંતિનુ આગમન થાય છે.