સંતાન પ્રાપ્તિના ઉપાય

ગુરુવાર, 1 ઑક્ટોબર 2015 (15:57 IST)
માનવના જીવનમાં અનેક પરેશાનીઓ આવે છે. આ જ કારણે સંતાનની પ્રાપ્તિ ન થવી પણ એક સમસ્યા છે પણ તેનાથી ગભરાશો નહી અને આ વિધિનુ વિધાન છે અને આપણા કર્મોનું ફળ.  પણ જો તમારા જીવનમાં સંતાન પ્રાપ્તિને લઈને કોઈ સમસ્યા આવી રહી હોય તો તેના પણ કેટલાક સરળ ઉપાય છે. જેનું શ્રદ્ધાપૂર્વક અને વિશ્વાસ સાથે પાલન કરીને ભગવાનને પ્રાર્થના કરવી પડશે. 
 
1. પતિ અને પત્નીને સંતાનની પ્રાપ્તિ માટે સર્પ-પૂજન કરવુ ખૂબ જરૂરી હોય છે જેનાથી સંતાનનો દોષ દૂર થઈ જાય છે. 
 
2. જો બની શકે તો પતિ અને પત્ની બંને વ્યક્તિઓએ રામેશ્વરમ જેને પૂરીના નામથી પણ ઓળખવામાં આવે છે ત્યાંની યાત્રા કરવી જોઈએ. 
 
3. જો પત્નીને કોઈ સમસ્યા હોય તો તેનાથી દુખી ન થશો એ માટે ગાય અને તેના વાછરડાની સેવા કરો. 
 
4. જો તમારા લગ્નને વધુ વર્ષ થયા હોય અને કોઈ સંતાનની પ્રાપ્તિ નથી થઈ તો મદારની જડને લાવીને સ્ત્રીની કમર કે અન્ન અંગમાં બાંધી દો જેનાથી તે જલ્દી ગર્ભવતી થઈ શકે છે. 
 
5. જ્યારે સ્ત્રી ગર્ભ ધારણ કરી ચુકી હોય તો કૃષ્ણ અને રાધા રાણીની યુગલ છબિને ચાંદીની વાંસળી અર્પિત કરો જેનાથી તેના ગર્ભની રક્ષા થશે ગર્ભપાત નહી થાય અને સમય આવતા જ સંતાનની પ્રાપ્તિ થશે. 
 
6. જો વારે ઘડીએ ગર્ભપાતની સમસ્યા આવી રહી હોય તો શુક્રવારના દિવસે એક ગોમતી ચક્રને લાલ વસ્ત્રમાં બાંધીને તેને ગર્ભવતી મહિલાની કમર પર બાંધવાથી ગર્ભપાતની સમસ્યા સમાપ્ત થઈ જશે જો સંતાન થાય છે અને મરણ પામે છે તો એ માટે મંગળવારના દિવસે માટીના પાત્રમાં મઘ ભરીને સ્મશાન લઈ જાવ અને માટીથી ઢાંકી દો. જેનાથી આ સમસ્યા સમાપ્ત થઈ જશે. 
 
7. પીપળાની જડને સુકાવીને ચૂરણ બનાવી લો  તેને પ્રદર રોગવાળી સ્ત્રી રોજ એક ચમચી દહી સાથે સેવન કરવાથી સાતમાં દિવસ સુધી માસિક ધર્મ, શ્વેત પ્રદરની સમસ્યા દૂર થઈ જશે. 
 
8. સંતાન પ્રાપ્તિ માટે આ મંત્રોમાંથી કોઈ પણ એકનુ નિયમિત રૂપથી માળા સાથે જાપ કરો. 
 
1. ओऽम् नमो भगवते जगत्प्रसूतये नमः
 
2. ओऽम क्लीं गोपाल वेषघाटाय वासुदेवाय हूं फट् स्वाहा। 
 
3. ओऽम नमः शक्तिरूपाय मम् गृहे पुत्रं कुरू कुरू स्वाहा। 
 
4. ओऽम् हीं श्रीं क्लीं ग्लौं।
 
આ બધા નિયમોનુ પાલન કરવાથી તમને જલ્દી સંતાનની પ્રાપ્તિ થઈ જશે અને તમારા જીવનમાં સુખ શાંતિ રહેશે.

વેબદુનિયા પર વાંચો