ટોટકા વિજ્ઞાન - આરોગ્યથી સંબંધીત 13 ટોટકા-જરૂર વાંચો

સોમવાર, 18 ડિસેમ્બર 2017 (05:31 IST)
ક્યારેક ક્યારેક એવુ થાય છે કે આપણે સારવાર કરાવતા કરાવતા થાકી જઈએ છીએ છતા પણ બીમારી જતી નથી. પણ કોઈ તોટકો કરી દેવામાં આવે છે અને બીમારી ઉડન છૂ થઈ જાય છે. આ પ્રકારના ઘરના વાસ્તુદોષ હટાવવાના પણ કેટલાક ટોટકા છે.  જેના પ્રયોગથીએ કષ્ટોનું નિવારણ થઈ જાય છે અને સુખ સમૃદ્ધિ અને શાંતિની 
 
1 જમણા હાથ પર (હથેળી પર) કપૂર મુકીને ૐ નમ: શિવાય નો એકસોથી આઠવાર જાપ કરીને કપૂરને પાણીમાં નાખીને પી લેવાથી ગંભીરથી ગંભીર પેટ દર્દ સમાપ્ત થઈ જાય છે. મંત્ર જાપ કરતી વખતે નજર કપૂર પર જ ટકી રહેવી જોઈએ.  
 
2. સવારે બોલ્યા વગર અને પાછળ જોયા વગર ગોળ લઈને રસ્તા પર જાવ અને કોઈ ચાર રસ્તા પર એ ગોળને મોઢાથી તોડીને બંને બાજુ આગળ-પાછળ ફેંકીને પરત ઘરે આવીને એક ગ્લાસ તાજુ પાણી પી લો માથાનો દુખાવો દૂર થઈ જાય છે. 
 
3.કમર કે કરોડરજ્જુના હાડકામાં દુખાવો થતા બ્લેક બોર્ડ પર લખવાના ચોકનો ટુકડો તમારા પલંગ કે શેતરંજી નીચે મુકીને સૂવાથી દુ:ખાવામાં રાહત મળે છે.  
 
4. અશોકના પાન અથવા કેરી, પીપળો અને કરેણના પાનને એક દોરાથી બાંધીને તેનુ તોરણ બનાવીને મકાનના મુખ્ય દ્વાર પર લટકાવવાથી ઘરમાં સુખ સંપન્નતાની થે સાથે ધનવૃદ્ધિ અને મનની શાંતિ પ્રાપ્ત થાય છે. 
 
5. ઊંઘ ન આવવાની ફરિયાદ થવા પર સફેદ જેઠીમધની જડને માથા નીચે મુકવાથી અથવા  કૌવચની જડને વાટીને માથા પર લગાવવાથી ગાઢ અને આરામની ઊંઘ આવે છે.  
 
6. જો કોઈ બાળક રાત્રે સૂતી વખતે ડર અનુભવતુ હોય તો સફેદ ચાદર પર સૂવડાવવા જોઈએ. જો બાળક રાત્રે ચોંકીને ઊઠી જાય છે તો તેને તુલસીના જડની માળા (તુલસીમાળા) પહેરાવી દેવી  જોઈએ. જો બાળક ખૂબ તોફાની છે તો તેને ભૂરા અને કાળા કપડા ન પહેરાવવા જોઈએ. 
 
7. ભયાનક સપના આવે છે તો પથારી નીચે તાંબાના લોટામાં ગંગાજળ ભરીને મુકો.  
 
8. જો કોઈ શત્રુ હેરાન કરી રહ્યો છે તો ચાંદીના પાંચ સાપ બનાવીને તેની આંખોમાં સુરમા લગાવીને તમારા પગ નીચે દબાવીને એકવીસ દિવસ સુધી સૂવાથી શત્રુ પરેશાન કરવાનુ છોડી દે છે. 
 
9. સફેદ આકના જડની માળા બનાવીને બાળકોના ગળામાં પહેરાવી દેવાથી બાળકોને કોઈપ્રકારની નજર લાગતી નથી.   
 
 
10. આર્થિક તંગીને લીધે જો તમારા પ્લોટ પર મકાનનુ નિર્માણ નથી થઈ રહ્યુ તો શુકલ પક્ષના હસ્ત નક્ષત્રના દિવસે દાડમના છોડને બ્રહ્મસ્થળનો ભાગ છોડીને કોઈપણ સ્થાન પર લગાવી દેવાથી આર્થિક તંગી દૂર થઈને નિર્માણ કાર્યની શરૂઆત જલ્દી થઈ જાય છે.  
 
11. ઘરના મુખ્ય દ્વારા પર તુલસી કે કેળાનુ વૃક્ષ લગાવવાથી જલ્દી ઉન્નતિ થાય છે. અને ગૃહક્લેશ થતો નથી. મુખ્ય દ્વારના જમણી બાજુ તેને લગાવવુ જોઈએ.   
 
12.મકાનના મુખ્ય દરવાજા પર લાલ રંગની રિબન બાંધી દેવાથી ઘરમાં સુખ શાંતિ અને ધનની વૃદ્ધિ થાય છે.  
 
 
13. લોબાનના લાજવંતીના છોડની જડને કાળા દોરા સાથે ગળામાં બાંધી દેવાથી ખાંસીથી છુટકારો મળે છે અને સહદેવીની જડના સાત ટુકડા કરીને લાલ દોરામાં માળાની જેમ પરોવીને કમરમાં બાંધવાથી વધુ પડતા ઝાડા બંધ થાય છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર