માનવું છે કે લીંબૂ, તરબૂચ, સફેદ કોળુંં અને મરચાને તંત્ર ટૉટકામાં વિશેષ રૂપે વાપરવામાં આવે છે. . લીંબૂનો ઉપયોગ ખરાબ નજર સાથે સંબંધિત બાબતોમાં કરાય છે. તેનું સૌથી મહત્વપૂર્ણ કારણ છે તેનો સ્વાદ. લીંબૂ ખાટુ અને મરચા તીખા હોય છે. બન્નેના આ ગુણ માણસની એકાગ્રતા અને ધ્યાનને તોડવામાં સહાયક છે.
આ એક મનોવૈજ્ઞાનિક છે કે આપણે આમલી, લીંબૂ જેવી વસ્તુઓને જોતા જ આપમેળે જ તેના સ્વાદનો અનુભવ આપણી જીભ પર થવા માંડે છે. જેથી આપણુ ધ્યાન બીજી વસ્તુઓથી હટીને માત્ર તેના પર ટકી જાય છે. કોઈની નજર ત્યારે કોઈ દુકાન કે બાળકને લાગે છે જ્યારે એ એકાગ્ર થઈને એકીટશે એને જુએ છે.