દેવી લક્ષ્મીના આશીર્વાદ કોણ મેળવવા માંગતું નથી. લોકોનો પ્રયાસ રહે છે કે દેવી લક્ષ્મી હંમેશા તેમના ઘરમાં રહે. લાલ કિતાબમાં દેવી લક્ષ્મીનો અખંડ વાસ ઘરમાં રહે તે માટે કેટલાક નિશ્ચિત ઉપાયો આપવામાં આવ્યા છે. દૂધના આ ઉપાયો ખૂબ જ આસાન છે અને પૈસા મેળવવા ઉપરાંત અન્ય ઘણી સમસ્યાઓથી પણ છુટકારો અપાવે છે. ચાલો જાણીએ લાલ કિતાબમાં દર્શાવેલ દૂધના અચૂક ટોટકા.
અમીર બનવાના ઉપાયઃ જો તમે કાયમ અમીર રહેવા માંગતા હોવ તો લોખંડના વાસણમાં પાણી, ખાંડ, દૂધ અને ઘી મિક્સ કરી લો. ત્યારબાદ તેને પીપળના ઝાડના મૂળમાં અર્પણ કરો. મા લક્ષ્મીની કૃપા બની રહેશે.