Tantra Manatr - ખરાબ નજરથી બચવાની 5 Tips

બુધવાર, 10 મે 2017 (13:24 IST)
ખરાબ નજર જો કોઈને લાગી જાય તો તેનાથી બચવુ મુશ્કેલ થઈ જાય છે.   અનેક લોકો તેને નજર લાગવી પણ કહે છે. કેટલાક લોકો તેને અંધવિશ્વાસ સમજે છે.  જો ખરાબ નજર જેવુ કંઈ હોય પણ છે તો તેનાથી બચવાનો ઉપાય તાંત્રિક બતાવે છે. આવો જાણીએ આવા જ કેટલાક ઉપાયો... 
 
- મંગળવાર અને શનિવારના દિવસે ઘરની બહાર લીંબુ મરચા ટાંગો. આ સૌથી સસ્તો અને સટીક ઉપાય છે. 
- ઘરમાં ગંગાજળનો છંટકાવ અને પૂજાનો ધુમાડો કરો. 
- નજર ઉતારવા માટે પીળી સરસવ સાથે લાલ સૂકાયેલા 5 મરચા લઈને નજર લાગેલા વ્યક્તિ પરથી ઉતારી લો. 
- સરસવના તેલમાં સફેદ રૂની વાટ બનાવીને તેને ડુબાડી લો. ત્યારબાદ ઘરની પાછળની બાજુ જ્યા કોઈ નહી એ રીતે નજર લાગેલ વ્યક્તિ પરથી ઉતારી લો પછી બત્તી સળગાવી દો. 
- નજર દોષથી છુટકારો મેળવવા માટે ભૈરવ મંદિરમાંથી મળનારો કાળો દોરો પણ બાંધી શકો છો. 

વેબદુનિયા પર વાંચો