મંગળવારના દિવસે આ ઉપાય કરવાથે દૂર થશે જીવનના દરેક અમંગળ

મંગળવાર, 27 ઑક્ટોબર 2020 (07:40 IST)
મંગળવાર ભગવાન હનુમાનનો દિવસ છે. આ દિવસે હનુમાન જીની પૂજા કરવાથી હનુમાન જી ખુશ થાય છે, કુંડળીમાં મંગલ દોષ સમાપ્ત થાય છે. મંગલનો ઉલ્લેખ જ્યોતિષ શાસ્ત્રમાં પણ કરવામાં આવ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ દિવસે કેટલાક ઉપાય કરવાથી જીવનના દુખ દૂર થાય છે
 
મંગળવારે પૂજા સ્થળે હનુમાન તંત્રની પૂજા કરવી ખૂબ જ શુભ છે. જલ્દી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. હનુમાન જી પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોના તમામ કષ્ટોને દૂર કરે છે. મંગળવારે હવન ન કરવો જોઇએ, જ્યોતિષ શાસ્ત્ર મુજબ, મંગળવારે હવન કરવું વર્જિત માનવામાં આવે છે.
 
મંગળવારે હનુમાન જીને લાલ રૂમાલ અર્પિત કરવો જોઈએ અને આ રૂમાલને પ્રસાદ તરીકે રાખવો જોઈએ, જ્યારે પણ તમે કોઈ જરૂરી કામ માટે જાઓ છો ત્યારે આ રૂમાલ તમારી સાથે લઇ જશો તો  બધા કાર્યો પૂરા થાય છે. ધ્યાનમાં રાખો કે કોઈ પણ દૈનિક કાર્ય જેવા કે મોઢુ લુંછવુ, હાથ સાફ કરવા વગેરે કાર્યમાં  આ રૂમાલનો ઉપયોગ ન કરો.
 
તમે ચાહો તો મંગળવારે ઉપવાસ  પણ કરી શકો છો, પરંતુ જો તમે ઉપવાસ કરી શકતા નથી,  તમે આ દિવસે હનુમાનજીની પૂજા કરશો તો પણ હનુમાનજી પ્રસન્ન થઈ જશે. આ દિવસે ભગવાન હનુમાનને ગોળ અર્પણ કરો અને પૂજા પછી તે ગોળ ગાયને ખવડાવી દો. તમારા મનમાં કોઈના માટે પણ ઈર્ષા રાખશો નહીં. ધનધાન્યની ક્યારેય કમી નહી રહે. 
 
મંગળવારે હનુમાન જીને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવો. આનાથી હનુમાન જી ખુશ થાય છે અને તેમના ભક્તોની દરેક ઇચ્છા પૂરી કરે છે. હનુમાન જીને કેવડાના અત્તર અને ગુલાબનાં ફૂલોની માળા અર્પણ કરો.આ ઉપાય કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર