જન્મ કુંડળીમાં માંગલિક યોગ હોય કે નીચનો મંગલ હોય તો અપનાવો આ ઉપાયો

શનિવાર, 3 જાન્યુઆરી 2015 (18:00 IST)
જરૂરી નથી કે માંગલિક હોવાથી જ કોઈની કુંડળીમાં કુપ્રભાવ થાય છે. મંગળના વિશેષ નીચ કર્ક રાશિ કે  છઠ્ઠા. આઠમા ભાવમાં પણ જાતકને માંગલિક જેવા દોષથી પ્રભાવિત થવુ પડે છે. પણ તેનાથી નિરાશ થવાની કે ગભરાવવાની જરૂર નથી. મંગળ ક્યારેય અમંગળ કરી જ નથી શકતો. બસ હનુમાનજી અને મંગળની આરાધના અને નીચે આપેલા આ ઉપાય કરવાથી બધુ મંગલ જ મંગલ થશે. 
 
સવા કિલો ઘઉ. સવા કિલો ગોળ. સવા કિલો મસૂર આખા. 7 તાંબાના જૂના કાણા વગરના સિક્કા. 7 ગુલાબના ફુલ. એક પાણીવાળુ નારિયળ. સવા બે મીટર લાલ કપડુ. કોઈપણ શુક્લપક્ષ મંગળવારે સવારે ઉપરોક્ત બધો સામાન લાલ કપડામાં બાંધીને કોઈપણ હનુમાનજીના મંદિર કે મૂર્તિ સામે લઈ જઈને યોગ્ય વિદ્વાન બ્રાહ્મણને મંગળ અને હનુમાનજીનુ પૂજન (કેસરી. સિંદૂર. ચમેલીનુ તેલ. પાનના પત્તા. ચોખા. લાલ દોરો. બેસનના લાડુ વગેરેથી) કરાવીને સામાનની પોટલી બ્રાહ્મણને સંકલ્પ આપીને દાન કરી દો.  દરેક મંગળવારે હનુમાનજી ની પૂજા કરો. બળદને દરેક મંગળવારે ગોળ ચઢાવો. મંગળ જ મંગળ થશે. 

વેબદુનિયા પર વાંચો