કુલ કુલ રેસીપી - મેંગો આઈસક્રીમ

mango icecream
સામગ્રી - 2-3 વાટકી તાજો બનાવેલો કેરીનો રસ, અડધી વાટકી ખાંડ, 1 વાટકી દૂધ, અડધી વાટકી ફ્રેશ મલાઇ, પા વાટકી મિલ્ક પાવડર, પા ચમચી જીએમએસ પાવડર, પા વાટકી બદામ પિસ્તાની કતરણ, થોડી કાપેલી કેરી.

બનાવવાની રીત - સૌથી પહેલા કેરીના રસને ગાળી લો. બાદમાં દૂધમાં મિક્લ પાવડર અને ખાંડ નાંખીને ઉકાળીને ઠંડુ કરો. સારી રીતે ઠંડુ થાય એટલે તેમાં કેરીનો રસ, જીએમએસ પાવડર, દૂધ અને મલાઈ નાંખી મિક્સીમાં બરાબર મિક્સ કરો.

હવે આ મિશ્રણને આઇસ્ક્રીમ પોટમાં નાંખો અને એક-દોઢ કલાક માટે ફ્રૂઝરમાં મૂકો. ફરીથી બહાર કાઢો અને મિક્સીમાં ફેરવી મિક્સ કરો. ફરીથી આઇસ્ક્રીમ પોટમાં નાંથી ઓછામાં ઓછું ત્રણ-ચાર કલાક માટે ફ્રીઝરમાં રહેવા દો. હવે તૈયાર થયેલા આઇસ્ક્રીમને બદામ-પિસ્તાની કતરણથી સજાવો અને કેરીના કાપેલા ટૂકડાથી ગાર્નિશ કરી સર્વ કરો.

વેબદુનિયા પર વાંચો