ગુજરાતી રેસીપી - મેંગો કોકોનટ બરફી

મંગળવાર, 20 જૂન 2017 (11:10 IST)
જમ્યા પછી કંઈક ગળ્યુ હોય તો તેનાથી ખાવાનો સ્વાદ પણ વધી જાય છે. બજારની મીઠાઈ ખાવાને બદલે જો ઘરે જ ખુદ બનાવી લેવામાં આવે તો આરોગ્ય પણ સારુ રહે છે.  આજે અમે તમને ઘરે જ મેંગો કોકોનટ બરફી બનાવવાની સરળ રીત બતાવી રહ્યા છે. 
સામગ્રી - મેંગો પલ્પ - 1 કિલો 
ખાંડ - 300 ગ્રામ 
નારિયળનું છીણ - 100 ગ્રામ 
તજ પાવડર - 1/2 ટી સ્પૂન 
સુકા મેવા (કાપેલા) 
 
બનાવવાની રીત -  એક કડાહીમાં મેંગો પલ્પ નાખીએને ધીમા તાપ પર થવા દો. ત્યારબાદ તેમા ખાંડ, કોપરાનું છીણ, નાખીને સારી રીતે મિક્સ કરો અને ઘટ્ટ થતા સુધી પકવો. હવે તેમા તજ પાવડર નાખીને પકવો. 
 
જ્યારે આ ઘટ્ટ થઈ જાય તો એક પ્લેટને ગ્રીસ કરીને તેમા બરફીનુ પેસ્ટ નાખી દો.  પ્લેટને આખી રાત માટે ફ્રીજમાં મુકી દો. તેના બરફીની જેમ પીસ કરીને સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો