પૌષ્ટિક કુકીઝ

N.D
સામગ્રી - ઘઉંનો લોટ, ચણાનો લોટ, અને જવનો લોટ ત્રણેયનુ સમાન મિશ્રણ - 2 કપ, સોયાબીનનો લોટ- 1/2 કપ, ગોળ-1 કપ, નારિયણનુ છીણ - 1/2 કપ, વરિયાળી, જીરુ અને અજમો 1-1 નાની ચમચી. ઘી જરૂર મુજબ.

બનાવવાની રીત - સૌ પ્રથમ ત્રણેય મિશ્રિત લોટમાં સોયાનો લોટ મિક્સ કરો. તેમા વરિયાળી, જીરુ, અજમો અને નારિયળનુ છીણ તેમજ બે ચમચી શુધ્ધ ઘી મિક્સ કરો. ગોળને એક કપ પાણીમાં ઓગાળી તેનો લોટ બાંધી લો. તેની જાડી રોટલી વણો. મનપસંદ આકારમાં કાપી ચપ્પુથી થોડી ટોંચી લો. તેને ગરમ ઘી માં સોનેરી રંગની થતા સુધી તળી લો.

વેબદુનિયા પર વાંચો