કોકોનટ મગ પાયસમ

બુધવાર, 14 ઑક્ટોબર 2009 (10:45 IST)
N.D
સામગ્રી - મગની દાળ 100 ગ્રામ(ફોતરા વગરની) દૂધ - 250 મિલી. ખાંડ 250 ગ્રામ, કાજૂ-કિશમિશ 6-7, ઘી 2 મોટી ચમચી, પાણી 500 મિલી, છીણેલુ કોપરુ 1 મોટી ચમચી, થોડી ઈલાયચી (વાટેલી).

બનાવવાની રીત - દાળને ધોઈને થોડી સોનેરી થતા સુધી ધીમા તાપ પર સેકો. તેમા ઘી મિક્સ કરી 2 મિનિટ સુધી હલાવો, પાણી નાખો. લગભગ 30 મિનિટ પૂરી રીતે બફાય જાય ત્યાં સુધી થવા દો. વચ્ચે-વચ્ચે તેને ચલાવતા રહો. બફાયા પછી તેમા ખાંડ અને કોપરુ નાખો. સતત હલાવતા તેમા સાધારણ ગરમ દૂધ મિક્સ કરો. હવે થોડા ઘી માં કાજુ અને કિશમિશ તળીને આ મિશ્રણમાં નાખી દો. તેમા ઈલાયચી પાવડર નાખો અને ગરમા ગરમ સર્વ કરો.

વેબદુનિયા પર વાંચો