કેળાની બરફી

W.D
સામગ્રી - 4 મોટા પાકા કેળા, દૂધ દોઢ કપ, ખાંડ 2 કપ, ઘી 2 મોટી ચમચી, કોપરાનુ છીણ, 75 ગ્રામ, અખરોટ વાટેલા અડધો કપ, માવો અડધી વાડકી.

વિધિ : કેળાને છોલીને મેશ કરી લો. તેમા દૂધ ભેળવીને ત્યાં સુધી થવા દો જ્યા સુધી દૂધ સુકાય ન જાય. તેમા ઘી નાખીને રંગ બદલાય ત્યાં સુધી હલાવતા રહો. આમા નારિયળનુ દૂધ અને અખરોટ મિક્સ કરી દો.

ગેસ પરથી ઉતારી, થાળીમાં ઘી લગાવી આ મિશ્રણને તેના પર પલટાવી દો.

ધ્યાન રાખો કે આનો થર અડધો ઈંચ હોવો જોઈએ. મનપસંદ આકારમાં કાપીને બરફીને મેવાથી સજાવીને સર્વ કરો.

વેબદુનિયા પર વાંચો