ભીમરાડમાં નિર્માણ થશે "ગાંધી સ્મારક આશ્રમ"

મંગળવાર, 12 માર્ચ 2024 (18:40 IST)
Bhimrad Surat- ભીમરાડની ભૂમિ સાથે જોડાયેલા ગાંધીજીના મૂલ્યોને જાણવી રાખવા માટે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ભીમરાડમાં  "ગાંધી સ્મારક આશ્રમ" નુ ભવ્ય નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. 
 
સુરતથી 10 કિ.મીના અંતરે આવેલું ચોર્યાસી તાલુકાનું ભીમરાડ ગામ ગાંધીજીની દાંડીયાત્રાનો રસપ્રદ ઈતિહાસ ધરાવે છે. વર્ષ 1930માં અંગ્રેજો દ્વારા લગાવાયેલા મીઠા પરના કરની નાબૂદી માટે તા.12 માર્ચ 
 
1930ના રોજ ગાંધીજીએ અમદાવાદથી ઐતિહાસિક દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. યાત્રા દરમિયાન મહાત્મા ગાંધીએ ભીમરાડમાં સંબોધેલી જાહેરસભામાં 30 હજારથી વધુ નાગરિકો જોડાયા હતા. 
 
ભીમરાડને પર્યટક સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં 13 કરોડના ખર્ચે ‘ ગાંધી સ્મારક આશ્રમ ’નું ભવ્ય નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
 
ગાંધી સ્મારક આશ્રમમાં ગાંધી સભાગૃહ, મ્યુઝિયમ, પ્રાર્થના અને મલ્ટીપર્પઝ હોલ, પુસ્તકાલય, પ્રદર્શન હોલ, સંશોધન કેન્દ્ર, કૌશલ્ય વિકાસ અને વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર, સ્પોટર્સ એક્સિવિટી ગ્રાઉન્ડ, 
 
એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, ટોયલેટ બ્લોક્સ અને તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
 
આશ્રમના નિર્માણથી પ્રવાસીઓ ગાંધીજીના આદર્શોને જાણી શકશે : ભીમરાડની ઐતિહાસિક ધરતી પર ગાંધી સ્મારકનું નિર્માણ થઈ રહ્યું છે. આ આશ્રમના નિર્માણથી પ્રવાસીઓ ગાંધીજીના આદર્શોને જાણી શકશે. 
યુવાનો ગાંધી વિચાર અને સાદગીપુર્ણ જીવનની જાણકારી પ્રાપ્ત કરી શકશે. આ ઉપરાંત, પ્રતિ વર્ષ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવશે જેથી સ્થાનિકોને રોજગારી સાથે દાંડીયાત્રાના પ્રવાસનસ્થળો વિષે લોકજાગૃત્તિ 
વધશે.
 
144 અખબારોમાં ઉલ્લેખ : અમેરિકાના 144 વર્તમાનપત્રોમાં ભીમરાડ ગામમાં થયેલા સત્યાગ્રહનો ઉલ્લેખ ચોર્યાસીના ભીમરાડ ગામ ગાંધીજીએ કરેલી ઐતિહાસિક દાંડીકુચનું સાક્ષી રહ્યું છે, વર્ષ 1930માં ભીમરાડ 
ગામમાં થયેલા સત્યાગ્રહનો ઉલ્લેખ અમેરિકાના 144 વર્તમાનપત્રોમાં પણ સચવાયેલો પડ્યો છે. આમ, જ્યાં આઝાદીની વાત થતી હોય ત્યાં સુરત જિલ્લાના દાંડી સાથે ભીમરાડનું નામ માનભેર લેવામાં આવે છે.

મહાત્મા ગાંધીજીએ આજથી 92 વર્ષ પહેલા ભીમરાડ ગામમાં દાંડી કૂચની સફળ યાત્રા બાદ એક સભાને સંબોધી હતી. આ સભામાં 30 હજારથી નાગરિકો જોડાયા હતા અને ગાંધી બાપુને શાંતિથી સાંભળ્યા હતા. 
ગાંધીજીના મુલ્યો અને આદર્શો આવનારી પેઢીને જાણે અને સમજે તે હેતું ભીમરાડ ખાતે ગાંધી સ્મારક આશ્રમનું સંકલ્પ રાજ્ય સરકાર દ્વારા કરાવામાં આવ્યું હતું. જેના માટે રૂ.10 કરોડની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.
 
1930 માં અંગ્રેજોએ મીઠા પર કર લગાવ્યો જેને નાબુદ કરવા માટે ગાંધીજીએ 12 માર્ચ 1930 ના રોજ અમદાવાદ થી દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. યાત્રાની પૂર્ણાહુતિ 6 એપ્રિલના રોજ થઈ હતી. દાંડીથી પરત 
 
ફરી 9 એપ્રિલ 1930 ના રોજ પુજ્ય બાપુ સહિત અન્ય સત્યાગ્રહીઓએ ભીમરાડ ગામે આવી સભા સંબોધી હતી. પૂજય બાપુને સાંભળવા માટે આસપાસના વિસ્તારમાંથી 30 હજારથી વધુની જનમેદની ઉમટી પડી હતી. બાપુએ સંબોધેલી ઐતિહાસિક સભાને આજના દિવસે 92 વર્ષ પુર્ણ થયા છે. ગાંધીજીના મુલ્યો અને આદર્શો આવનારી પેઢીને સદાય સ્મરણીય રહે તે માટે ભીમરાડ ખાતે ‘ગાંધી સ્મારક આશ્રમ’ના નિર્માણનો સંકલ્પ રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો હોવાનું મંત્રીએ કહ્યું હતું.


Edited By-Monica sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર