આસ્થા અને અંધવિશ્વાસની કડીમાં અમે તમને આ વખતે લઈ જઈએ છીએ મધ્યપ્રદેશના બુરહાનપુર જીલ્લામાં. આ જીલ્લાની અંદર બિરોદાબાદ નામનું ગામ આવેલું છે જેની અંદર નવી માતાનું મંદિર છે. આમ તો આ મંદિર ખુબ જ નાનુ છે પરંતુ અહીંયા ખુબ જ દૂર-દૂરથી લોકો આવે છે. કહેવાય છે કે અહીંયા આવનાર દરેક વ્યક્તિની તકલીફનો અંત આવી જાય છે પછી ભલે ને તે શારીરિક રીતે બિમારી હોય કે માનસિક રીતે કે પછી કોઈ ભુત-પ્રેતથી પીડિત.
કહેવામાં આવે છે કે કોઈના હાથે કે પગે કોઈ ઘા હોય તો તે માતાના દરબારેથી સ્વસ્થ થઈને પાછો ફરે છે. નિયમિત રીતે સતત પાંચ મંગળવાર સુધી માતાના દર્શન કરવાથી પીડિત વ્યક્તિને પોતાની મુશ્કેલીઓથી છુટકારો મેળી જાય છે. અહીંયા આવનાર વ્યક્તિને પરહેજ પાડવાની સાથે સાથે ડોક્ટર પાસે પણ ન જવાની ખુબ જ કડકાઈથી મનાઈ કરવામાં આવે છે.
અહીંયા આવનાર લોકોમાં જાત જાતની ધારણાઓ પ્રચલિત છે આવા જ એક શ્રધ્ધાળુ સદાશિવ ચૌધરીનુ માનવુ છે કે સફેદ વસ્તુનો પ્રયોગ કરવાથી માતાનો પ્રકોપ વધી જાય છે. અહીં સુધી કે ભોજનમાં સફેદ વસ્તુઓ ખાવાથી માતા ક્રોધિત થઈ શકે છે. કાળા કપડાં પહેરવા એ અપશુકનયાળ ગણાય છે. કોઈની શવયાત્રામાં જવાથી રોગ વધી શકે છે, આવી જ રીતની ઘણી ધારણાઓ લોકોના મનમાં ઘર કરી ચૂકી છે.
માતાના મંદિરની પાસે જ સબજન નામની સ્ત્રીએ દેવીના નામે પોતાની સ્થાપના કરી મૂકી છે, સબજન બાઈનો દાવો છે કે તેમના શરીરમાં માતા આવે છે અને તેઓ દરેક બીમારીનો ઈલાજ કરી શકે છે. ભૂત-પ્રેતથી પીડાયેલા લોકોને તેઓ પોતાના મંત્રથી મુક્તિ અપાવે છે. તે
W.D
દરેક પ્રકારના રોગની સારવાર કરે છે. કોઢીને કાયા અને વાંઝિયાઓને પુત્ર અપાવે છે. સાથે જ ચેતવણી પણ આપે છે જો ડોક્ટર પાસે ગયા તો માતા ક્રોધે ભરાશે અને દર્દીનુ મોત પણ થઈ શકે છે.
આજે જ્યારે આપણે દરેક નાનામાં નાની બીમારીને માટે ડોક્ટરની પાસે સારવાર કરાવવા જઈએ છીએ, ત્યા બીજી બાજુ બિરોદાબાદમાં આવનારા લોકો ગંભીરમાં ગંભીર બીમારી હોય તો પણ ડોક્ટરની સલાહ ન લેતા તંત્ર મંત્ર અને જાદુ પર વિશ્વાસ કરીને આ દેશમાં ફેલાયેલા અંધવિશ્વાસનુ ભયાનક રૂપ બતાવે છે. તમે આ વિશે શુ વિચારો છો તે અમને જરૂરથી જણાવશો. ....