આસ્થા કે અંધવિશ્વાસમાં અત્યાર સુધી અમે તમારી સમક્ષ જેટલી પણ ઘટનાઓ લાવ્યા તે બધામાં આ ઘટના થોડી અનોખી છે. મનુષ્યનો પશુ પ્રેમ કોઈનાથી છુપો નથી. લાખો વર્ષોથી મનુષ્ય અને પશુ એક બીજાની સાથે રહેતા આવ્યા છે. પરંતુ ક્યારેક આ પ્રેમ તેની સીમાઓ આંબી જાય છે તો મનુષ્યનો આ પશુ પ્રેમ આડંબર લાગે છે.
સામાન્ય રીતે જોઈએ છીએ કે બિલાડી જોતા જ કૂતરું તેની પાછળ પડી જાય છે. પરંતુ બિલ્લુ નામના એક કૂતરાએ નેંસી નામની એક બિલ્લીને પોતાના બાળકની જેમ ઉછેર્યુ છે. ઈન્દોરના એક પરિવારે લગભગ ચાર વર્ષોથી બિલ્લૂને પાળ્યો છે. એકવાર તેમને પોતાના પડોસમાં એક લાવારિસ બિલાડીનું બચ્ચું પડેલુ મળ્યુ. જે દેખાવમાં બિલકુલ બિલ્લુ જેવુ જ લાગતું હતુ. તેઓ તેને પોતાના ઘરે તો લઈ આવ્યા પણ તેમને બીક હતી કે આ બિલ્લીને પાળીએ તો તેને કૂતરાથી કેવી રીતે બચાવી રાખીએ.
પરંતુ તેમની આ બીક તેમના કૂતરાએ દૂર કરી દીધી. થોડા જ દિવસોમાં તો નેંસી બિલાડીને તે પોતાના બાળકની જેમ પ્રેમ કરવા માંડી. અહીં સુધી કે તેના પોતાનું બાળક ન હોવા છતાં નેંસી માટે ઉભરાયેલું માતૃત્વને કારણે તે તેને સ્તનપાન કરાવવા લાગી. ડોલેકર પરિવારે જ્યારે આ અનોખી ઘટના પશુ ચિકિત્સકને બતાવી તો તેમને આને સાયકોલોજી પ્રભાવ બતાવ્યો.
W.D
પરંતુ આ પ્રેમકથા વધુ સમય ન ચાલી શકી. અને 10 મહિનાની અંદર જ બિલાડી મરી ગઈ. બધુ એક સામાન્ય ઘટનાની જેમ જ હતુ. પરંતુ અહીંથી શરૂઆત થઈ આડંબરની. પરિવારના લોકોએ બિલાડીની પણ ઘરના સભ્યની જેમ જ અંતિમ યાત્રા કાઢીને તેનો અંતિમ સંસ્કાર કર્યો. અને એ બધા સંસ્કાર કર્યા જે કોઈ પરિવારના સભ્યના મરી ગયા પછી કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે બિલાડીના મોત પર બિલ્લુ કૂતરાએ પણ ઘણા આંસુ વહાવ્યા.
પશુ પ્રત્યે દયા અને પ્રેમ રાખવો એ એક પ્રશંસનીય કાર્ય છે, પરંતુ પ્રેમનું આ રીતે આડંબર કરવુ એ ક્યાં સુધી યોગ્ય છે ? તમે તમારા વિચારો અમને જરૂર જણાવજો.