સોઢીએ ડબલ ટ્રેપ સ્પર્ધા જીતી

વાર્તા

શુક્રવાર, 28 માર્ચ 2008 (22:18 IST)
પટિયાલા. રંજન સોઢીએ છઠ્ઠી સરદાર સજ્જન સિંહ સેઠી મેમોરિયલ નિશાનબાજી પ્રતિયોગિતામાં આજે ઈન્ડિયન માસ્ટર્સની ડબલ ટ્રેપ પુરુષ સ્પર્ધા જીતી લીધી હતી.

આ સ્પર્ધામાં વિશ્વના પહેલા દસ નિશાનેબાજોમાં શામેલ સોઢીને કુલ 181 અંકો સાથે વિજેતા બનવાનુ ગૌરવ પ્રાપ્ત કર્યુ હતુ. વિક્રમ ચોપડા 173 અંકો સાથે બીજા અને મહોંમદ અસબ 171 અંકો સાથે ત્રીજા સ્થાન પર રહ્યા હતા.

વેબદુનિયા પર વાંચો