સાનિયાએ સોની કપ પડતો મુક્યો

વાર્તા

ગુરુવાર, 27 માર્ચ 2008 (17:10 IST)
ન્યૂયોર્ક.ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ કાંડામાં ઈજાના કારણે મિયામીમાં રમાઈ રહેલી 21 લાખ ડોલરની સોની એરિક્સન ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાંથી નામ પરત ખેંચ્યું હતુ.

સાનિયાએ બુધવારે ટુર્નામેન્ટમાંથી નામ પરત ખેંચ્યુ હોવાની સત્તાવાર ઘોષણા કરી હતી. ગત સપ્તાહે ઈન્ડીયન વેલ્સમાં આયોજીત પેસિફીક ઓપન ટેનિસ ટુર્નામેન્ટ દરમિયાન તેના કાંડા પર ઈજા પહોંચી હતી.

વેબદુનિયા પર વાંચો