સાઇના પુનરાગમન માટે તૈયાર

ભાષા

મંગળવાર, 22 સપ્ટેમ્બર 2009 (19:30 IST)
એક માસ બાદ કોર્ટ પર પુનરાગમન કરનારી સાઈના નહેવાલને કાલથી ટોક્યોમાં શરૂ થનારી જાપાન ઓપન સુપર સીરીજમાં મજબૂત પ્રતિસ્પર્ધીઓ તરફથી જોરદાર પડકાર મળશે જ્યારે જ્વાલા ગુટ્ટા અને વી ડીજૂની મિશ્રિત યુગલ જોડી અહી બીજું પદક પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં ઝુંટાયેલી છે.

ગત મહીને વિશ્વ બેડમિંટન ચેમ્પિયનશિપના ક્વાર્ટરફાઈનલમાં પહોંચનારી સાઈના માસ્ટર્સમાં ભાગ લઈ શકી ન હતી કારણ કે, તે નિયત સમય સુધીમાં પોતાની એન્ટ્રી મોકલી શકી ન હતી. આ હૈદરાબાદી બાળા હવે આ ટૂર્નામેન્ટમાં પૂનરાગમન કરશે જેનાથી કાલે મહિલા એકલમાં તેનો સામનો વિશ્વની 10 માં ક્રમની ચીની ખેલાડી યાનજિયાઓ જિયાંગથી થશે.

વેબદુનિયા પર વાંચો