દિલ્હીવાસીઓને રાષ્ટ્રમંડળ રમતોને કારણે મળી રહેલા અવસરનો લાભ ઉપાડવો જોઈએ. તેમણે એવા ઉપાયો કરવા જોઈએ જેનાથી રાજધાનીને એક આંતરરાષ્ટ્રીય શહેર તરીકે રજૂ કરવામાં આવી શકે.
આ કહેવું છે ગૃહમંત્રી પી. ચિદમ્બરમનું. તેમણે અહીં એક પોલીસ સ્ટેશનના ઉદ્દઘાટન પ્રસંગે કહ્યું આપણે આપણી વિચારશૈલી બદલીને રાષ્ટ્રમંડળ રમતોના કારણે મળી રહેલા અવસરનો લાભ ઉપાડવો જોઈએ.
ચિદંબરમે કહ્યું કે, આપણે આપણું આચરણ એવું હોવું જોઈએ જેમકે આપણે એક આંતરરાષ્ટ્રીય શહેરના નિવાસી હોય.