ડેવિસ કપ ટીમથી મળ્યા ગિલ

ભાષા

મંગળવાર, 22 સપ્ટેમ્બર 2009 (19:32 IST)
રમત મંત્રી એમએસ ગિલે આજે ભારતીય ડેવિસ કપ ટીમ સાથે મુલાકાત કરી જેણે તાજેતરમાં 11 વર્ષો બાદ વિશ્વ ગ્રૃપમાં સ્થાન બનાવ્યું છે. ગિલે કહ્યું કે, ભારતીય પાસપોર્ટ રાખનારા ખેલાડીઓને દેશનું પ્રતિનિધિત્વ કરવાની મંજૂરી આપવાથી ટીમની રચનામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

‘પ્લે ઑફ’ મુકાબલાના નાયક બનેલા સોમદેવ દેવવર્મન, ઉદયમાન યુવા ખિલાડી યુકી ભાંબરી અને સહયોગી સ્ટાફ સભ્યોએ આજે અહી મુલાકાત કરી.

ગિલે એક યાદીમાં કહ્યું કે, હું ખુશ છું કે, ગત વર્ષના મારા નિર્ણયથી સફળતા મળી. અમે માત્ર ભારતીય પાસપોર્ટ પ્રાપ્ત કરનારા ભારતીય ખેલાડીઓને જ ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો નિર્ણય કર્યો હતો.

તેમણે કહ્યું કે, આજે દેવવર્મન, રોહન બોપન્ના અને યુકી ભાંબરીથી અમારી એક નવી ટીમ બની છે જે ભારતીય ટેનિસને આગળ લાવશે જેનાથી ભવિષ્યમાં નવી ઉંચાઈઓ મળશે.

વેબદુનિયા પર વાંચો