પ્રો કબ્બડી પ્લે ઓફ્ફ ફેનફેસ્ટ: 'બેબી ડોલ' કનીકા કપૂર આજે અમદાવાદીને ડોલાવશે,

બુધવાર, 16 ઑક્ટોબર 2019 (10:30 IST)
રમતની મજબૂતી અને મનોરંજનના જાદુના સમન્વય  વીવો પ્રો કબ્બડી લીગ અમદાવાદમાં વીવો પ્રો કબ્બડી ફેનફેસ્ટ લઈને આવી છે, જેમાં વિવિધ વયના દરેક ચાહક માટે ઘણું બધું હશે. સ્વાદિષ્ટ ભોજન હોય કે પ્રો કબ્બડી લીગના મર્કેન્ડાઈઝનું શોપીંગ કરવાનું હોય, કે પછી એવોર્ડ વિજેતા બોલિવુડ કલાકારના લાઈવ પર્ફોર્મન્સને માણવાનો હોય. વીવી પ્રો કબ્બડી ફેનફેસ્ટ સિઝન-7ની રસાકરીભરી રમતો વચ્ચે પર્ફેક્ટ એપેટાઈઝર પૂરવાર થશે. 
 
વીવો પ્રો કબ્બડી પ્લે ઓફ્ફ ફેનફેસ્ટના પ્રથમ દિવસે અમદાવાદીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને દર્શન રાવલ સાથે એક અનોખા અનુભવને માણ્યો હતો. દર્શન રાવલે છોગાળા અને કમરીયા જેવા લોકપ્રિય ગીતો ગાઈને તેમના ચાહકોને ખુશ કરી દીધા હતા. ત્યાર પછી સ્થાનિક ચાહકોએ રમતની મજા માણી હતી. આ પ્રસંગે યોજાયેલ સંગીતના કાર્યક્રમમાં ચાર્ટબસ્ટીંગ ગાયિકા કનીકા કપૂર કાર્યક્રમ આપશે અને બોલિવુડના સૌથી લોકપ્રિય ગીતો ચીટ્ટીયા કલૈયા, બેબી ડોલ અને જૂગની જી અને ઘણાં બધા  લોકપ્રિય ગીતો રજૂ કરશે.
 
કનીકા કપૂર કોન્સર્ટ ઈકા અરેના બાય ટ્રાન્સસ્ટેડિયા ખાતે 16 ઓકટોબર, 2019ના રોજ સાંજે 5-30 થી શરૂ થશે. એ પછી દબંગ દિલ્હી કેસી અને બેંગલૂરૂ બુલ્સ તથા યુ મુમ્બા અને બેંગાલ વોરિયર્સ વચ્ચે ટક્કર થશે.
 
સેમી ફાયનલની આકરી સ્પર્ધા પૂર્વે પોતાના પર્ફોર્મન્સ અંગે વાત કરતાં કનીકા કપૂરે જણાવ્યું હતું કે "એક રમત તરીકે કબ્બડીનો ભારતમાં વિકાસ થયો છે અને દર વર્ષે આ રમતનાં ચાહકો વધતા જાય છે. કપરી મેચ પહેલાં ફેનફેસ્ટ યોજવાનો પ્રયાસ એ એક ઉત્તમ વિચાર છે. ચાહકોને રમતગમતની સાથે સાથે સંગીતની દુનિયાના ઉત્તમ ગીતો સાંભળવા મળે છે. હું પ્રો કબ્બડી ફેનફેસ્ટમાં સેમી ફાયનલની ટક્કર પહેલાં પ્રો કબ્બડી લીગના ચાહકો માટે કાર્યક્રમ આપવા માટે આતુર છું."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર