સાઈના નેહવાલ બેડમિંટન વિશ્વ રૈકિંગમાં બીજા સ્થાન પર

શુક્રવાર, 13 માર્ચ 2015 (12:30 IST)
ઓલ ઈગ્લેંડ ચેમ્પિયનશિપમાં દમદાર પ્રદર્શનના દમ પર ભારતની સાયના નેહવાલ તાજેતરની બૈડમિંટન વિશ્વ રૈકિંગમાં બીજા સ્થાન પર પહોંચી ગઈ છે. સાયનાએ આ અવસર પર કહ્યુ કે ફરીથી વિશ્વ રૈકિંગમાં બીજા સ્થાન પર આવવાથી ખૂબ ખુશ છે. સાયનાએ કહ્યુ હુ સંપૂર્ણ મહેનત કરીને નંબર વન બનવાની કોશિશ કરીશ. દુનિયાની નંબર એક ખેલાડી ચીનની લિ શુરૂઈ સાયનાથી 4833 અંક આગળ છે જ્યારે કે સાયનાના આ સમયે 74381 અંક છે. ચીનની શિશિયાન વાંગ ત્રીજા સ્થાન પર છે. 
 
સાઈના જુલાઈ 2010માં રેકિંગમાં બીજા સ્થાન પર પહોંચી હતી. તેણે નવેમ્બરમાં ફરી આ રૈકિંગ મેળવી હતી. તે જાન્યુઆરીમાં ફરી આ સ્થાન પર પહોંચી પણ માર્ચના પ્રથમ અઠવાડિયામાં નીચે સરકી ગઈ અને ફરી ઓલ ઈગ્લેંડ સેમીફાઈનલમાં પહોંચીને નંબર બે પર આવી. સાયના વર્ષ 2013 જુલાઈ સુધી બીજા નંબર પર કાયમ રહી. પણ ફરી નીચે સરકી ગઈ હતી. યુવા પીવી સિંધુ નવમા નંબર પર કાયમ છે. જે ઘાયલ થવાથી ઓલ ઈગ્લેંડ રમી શકી નહોતી. 

વેબદુનિયા પર વાંચો