સિંધૂએ રચ્યો ઈતિહાસ -ઓલિમ્પિકમાં સિલ્વર જીતનાર પહેલી મહિલા,મારિનને ગોલ્ડ

શુક્રવાર, 19 ઑગસ્ટ 2016 (20:05 IST)
સમગ્ર ભારતની નજર રિયો ઓલિમ્પિકના બૈડમિંટન હરીફાઈની ફાઈનલ મેચ પર ટકી છે. દુનિયાની 10મા નંબરની ખેલાડી અને ભારતીય બેડમિંટન સ્ટાર પીવી સિંધૂ શુક્રવારે સાંજે ફાઈનલમાં બે વારની વિશ્વ ચેમ્પિયન અને ટોચ વરીય સ્પેનની કૈરોલિના મારિન સાથે રમશે.  આ મુકાબલો ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે રમાશે. સેમીફાઈનલમાં જીતીને સિંધૂએ મેડલ પાકો કરી લીધો છે.  પણ હવે સૌની નજર ગોલ્ડ મેડલ પર છે. 
 
ગોલ્ડ મેડલ પર છે નજર 
 
રિયો ઓલંપિક ફાઈનલમાં સ્થાન બનાવ્યા પછી રોમાંચિત ભારતીય બેડમિંટન ખેલાડી પીવી સિંધૂએ કહ્યુ છે કે તે દેશના એકમાત્ર ઓલંપિક વ્યક્તિગત સુવર્ણ પદક વિજેતાના રૂપમાં દિગ્ગજ નિશાનેબાજ અભિનવ બિંદ્રાના સફરને ખતમ કરવા માટે ઉત્સુક છે. 
 
સેમીફાઈનલમાં જીતીને મેડલ પાક્કો કર્યો 
 
વિશ્વ ચેમ્પિયનશીપની બે વારની કાંસ્ય પદક વિજેતા સિંધૂએ ગુરૂવારે 49 મિનિટ સુધી ચાલેલી સેમીફાઈનલ હરીફાઈમાં જાપાનની આલ ઈગ્લેંડ ચેમ્પિયન નોજોમી ઓકુહારાને 21-19, 21-10થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો. 
 
ગોલ્ડ માટે પુર્ણ કોશિશ કરીશ 
 
સિંધૂઈ કહ્યુ મારુ લક્ષ્ય સુવર્ણ પદક જીતવાનુ છે અને હુ મારી પુર્ણ કોશિશ કરીશ. મને લાગે છેકે મે દરેક વખતે ખૂબ મહેનત કરી છે. બધાનુ લક્ષ્ય ઓલિમ્પિકમાં પદક જીતવાનુ હોય છે. એક છેલ્લી મેચ બચી છે. મને લાગે છે કે મારી પાસે ચોક્કસ તક છે. દબાણ જેવુ કશુ નથી.  બસ મારે મારુ 100 ટકા આપવાનુ છે.  હુ આ મેચ માટે સંપૂર્ણ રીતે તૈયાર છુ. આ સરળ નથી રહેવાની.  પ્રતિદ્વંદી ખૂબ ટક્કરની છે. તે સારુ રમી રહી છે.  આ એ વાત પર નિર્ભર છે કે કોણ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે અને ફાઈનલ જીતે છે. 

વેબદુનિયા પર વાંચો