Paris Olympics 2024: ઓલંપિકમાં મેડલ જીતવા પર કેટલા રૂપિયા મળે છે ? જાણીને નવાઈ પામશો

શનિવાર, 3 ઑગસ્ટ 2024 (13:18 IST)
How many rupees do you get for winning a medal in Olympics?
પેરિસમાં રમાય રહેલ ઓલંપિક પર આ વખતે આખી દુનિયાની નજરછે. રમતોના મહાકુંભમાં તમામ મોટા એથલીટ ભાગ લઈ રહ્યા છે. સૌની નજર ઓલંપિકમાં ગોલ્ડ મેડલ મેળવનાર પર ટકી છે. ભારતે અત્યાર સુધી પેરિસ ઓલંપિકમાં 3 મેડલ જીત્યા છે. ત્રણેય નિશાનેબાજીમાં મેળવ્યા છે. મુંબઈના નિશાનેબાજ સ્વપ્નિલને મહારાષ્ટ્ર સરકાર તરફથી ઈનામી રાશિ આપવાની જાહેરાત કરવામાં આવી. આવામાં તમારા મનમાં સવાલ થશે કે ઓલંપિક મેડલ જીતવા પર કેટલા પૈસા મળે છે. 
 
ઓલંપિંકમાં રમવુ અને દેશ માટે મેડલ જીતવુ એ દરેક ખેલાડીનુ સપનુ હોય છે. થોડાક જ લોકો આ સપનાને સાકાર કરવામાં સફળ થાય છે. ભારતીય નિશાનેબાજ મનુ ભાકરે ઓલંપિકમાં ઈતિહાસ રચી દીધો છે.  એક ઓલંપિકમાં બે મેડલ જીતનારી એ પહેલી ભારતીય છે. 10 મીટર એયર પિસ્ટલ અને પછી આના જ મિક્સડ ઈવેંટમાં સરબજોત સિંહ સાથે તેમણે ભારત માટે કાંસ્ય પદક જીત્યો. તમે જરૂર વિચારી રહ્યા હશો કે બે મેડલ જીતવા પર તેમને ઓલંપિકમાં કેટલા પૈસા મળ્યા. ચાલો અમે તમારા સવાલનો જવાબ આપીએ છીએ. 
 
ઓલંપિકમાં મેડલ જીતવા પર મળે છે કેટલા પૈસા 
તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે ઓલંપિકમાં મેડલ જીતનારા એથલીટને ઈંટરનેશનલ ઓલંપિક કમેટી તરફથી રોકડ ઈનામ આપવામાં આવતુ નથી. ભારતીય ઓલંપિક સંઘ પણ પોતાના ખેલાડીઓને ઓલંપિક પદક જીતવા પર પૈસ આપતુ નથી. 
 
ભારત સરકાર આપે છે રોકડ ઈનામ 
ઓલંપિકમાં મેડલ જીતનારા ખેલાડીઓ માટે ભારત સરકારે ઈનામી રકમની જાહેરાત કરી છે. ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડીઓને 75 લાખ રૂપિયા આપવામાં આવે છે. સિલ્વર મેડલ જીતનારા ખેલાડીને સરકાર તરફથી 50 લાખ રૂપિયા જ્યરે કે દેશ માટે બ્રૉન્ઝ મેડલ જીતનારા એથલીટને 30 લાખ રૂપિયાનુ ઈનામ આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર પોતાના ખેલાડીઓને આપનારા ઈનામની જાહેરાત કરે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર