સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કોરોના વાયરસથી સંક્રમિત

ગુરુવાર, 15 ઑક્ટોબર 2020 (08:18 IST)
પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.  પોર્ટુગલ ફૂટબોલ ફેડરેશન દ્વારા આ વિશે માહિતી આપવામાં આવી છે. મહાસંઘે કહ્યું કે રોનાલ્ડોના કોઈ લક્ષણો નથી અને તે ઠીક છે.  ફેડરેશને એ વાતની પણ જાણકારી આપી કે રોનાલ્ડો UFA નેશંસ લીગમાં સ્વીડનની સામે યોજાનારી મેચમાં પણ નહીં રમે. રોનાલ્ડોમાં કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા નથી અને તેનું સ્વાસ્થ્ય સારૂ છે પણ હાલ તે સેલ્ફ ક્વોરન્ટાઈનમાં રહેશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર