હવે લંડન ઓલિમ્પિકમાં બિકિની નહી જોવા મળે

ગુરુવાર, 29 માર્ચ 2012 (14:40 IST)
P.R
લંડન ઓલમ્પિકમાં મહિલા બીચ વોલીબોલની ખેલાડીઓ હવે બિકની નહીં પહેરે કારણકે તેમને માટે ડ્રેસ નક્કી કરી દેવાયો છે. તેઓ હવે બિકનીની જગ્યાએ લાંબી બાજુનું ટોપ અને શોર્ટ્સ પહેરીને વોલીબોલ રમવા ઉતરશે.આંતરરાષ્ટ્રિય વોલીબોલ મહાસંઘનાં પ્રવક્તા રિચર્ડ બાકરે ક્હયું કે ઓલમ્પિકમાં ભાગ લેનારા કેટલાંક દેશ ધાર્મીક છે અને તેમની સંસ્કૃતિ તેમને આમ કરવાની પરવાનગી નથી આપતી.

એટલે તેમણે તેમની તમામ ટૂર્નામેન્ટોમાં આ નીતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે કે ખેલાડીઓ પાસે વિકલ્પો રહે. ખેલાડીઓ પાસે વિકલ્પ રહેશે કે તે બિકની પહેરે કે આ ડ્રેસ. ખેલાડીઓ પોતાના વાળ ઢાંકવા હેડગીયર પહેરવાની અનુમતી રહેશે. લાંબી બાજુનાં ટોપ અને શોર્ટ્સ પહેરવાનો પ્રસ્તાવ આફ્રીકી મહાસંઘ તરફથી આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો