મિયામી. આ વર્ષે પોતાની હાર થવાને કારણે થકાવટની ફરિયાદ કરતી ઓસ્ટ્રેલીયાની ઓપન ચેમ્પીયન મારિયા શારાપોવાએ મિયાનીની અંદર થનારી પ્રતિષ્ઠિત ડબ્લ્યૂટીએ અને એટીપી માસ્ટર્સ સીરીઝ ટૂર્નામેંટમાંથી પોતાનું નામ પાછું લઈ લીધું છે.
ટૂર્નામેંટના આયોજકોએ જણાવ્યુ હતું કે શારાપોવાએ તેમને સુચના આપી છે કે ખભાની ઈજાને કારણે પોતાનું નામ પાછું લઈ રહી છે.
ટૂર્નામેંટ નિદેશક એડમ બારેટે જણાવ્યું હતું કે અમે ઈચ્છીશું કે મારિયા જલ્દીથી જલ્દી સાજી થઈ જાય. આશા રાખીએ કે તે ઝડપથી કોર્ટ પર પાછી ફરવા લાયક થઈ જાય.