બ્રાઝીલને 7-1થી પછાડી જર્મની પહોંચ્યુ ફાઈનલમાં

બુધવાર, 9 જુલાઈ 2014 (12:01 IST)
પાંચ વારના ચેમ્પિયન બ્રાઝીલના ફુટબોલ ઈતિહાસનો સૌથી કાળો અધ્યાય લખતા જર્મનીએ તેને 7-1થી હરાવીને રેકોર્ડ આઠમીવાર વિશ્વસ્કપના ફાઈનલમાં પ્રવેશ કરી લીધો અને આ સાથે જ ફુટબોલના દિવાનગીવાળો મેજબાન દેશ શોકના સાગરમા ડૂબી ગયો. 
 
ઘાયલ સુપરસ્ટાર નેમાન વગર લાગણીઓથી ભરેલ સેમીફાઈનલ હરીફાઈમાં રમનારી બ્રાઝીલી ટીમ માટે આંતરરાષ્ટ્રીય ફુટબોલમાં આ સૌથી શરમજનક હાર છે. જર્મનીએ જાપાનમાં 2002 ફાઈનલમાં 0-2થી મળેલ હારનો બદલો પણ ચુકવી લીધો. 
     
જર્મની માટે થોમસ મૂલરે 11મીએ મિનિટમાં પ્રથમ ગોલ કર્યો. ત્યારબાદ મિરોસ્લવ ક્લોસે (23મી), ટોની ક્રૂસ, (24મી અને 26મી), સેમી કેદિરા (29મી) અને આંદ્રે શુએરલે(69મી અને 79મી) ગોલ કર્યા.  
    
બ્રાઝીલ માટે એકમાત્ર ગોલ 90મી મિનિટમાં ઓસ્કરે કર્યો પણ ત્યા સુધી ટીમનુ ફુટબોલના આ મહાસસમરમાંથી બહાર થવાનુ નિશ્ચિત થઈ ચુક્યુ હતુ.  
      
એવુ લાગી રહ્યુ હતુ કે માનો બ્રાઝીલી ફુટબોલ રમવાનુ જ ભૂલી ગયા છે કારણ કે પ્રથમ અડધો કલાકમાં તેમને પાંચ ગોલ ગુમાવી દીધા. બહાર થયેલા કપ્તાન થિયેગો સિલ્વાના વગર ટીમ અમૈચ્યોર ક્લબ ટીમથી પણ ખરાબ રમી રહી હતી. 
      
ક્લોસે વિશ્વકપના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરનારા ખેલાડી બની ગયા જેમણે આજે 16મો ગોલ કર્યો.  તેમણે બ્રાઝીલના રોનાલ્ડોને પછાડ્યો જેના નામે 15 ગોલ છે. આ ઉપરાંત તે ચાર વિશ્વકપ સેમીફાઈનલમાં રમનારા એકમાત્ર ખેલાડી બની ગયા.  
 
બીજી બાજુ મેદાનના પીળા સાગરમાં ડબાનારા બ્રાઝીલી પ્રશંસક આ શરમજનક હાર પછી સંદર્ભમાં જોવા મળ્યા. અત્યાર સુધી બ્રાઝીલી રિયો ડી જિનેરિયોના મારાકાના સ્ટેડિયમ પર રમાયેલ 1950 વિશ્વકપ ફાઈનલમાં ઉરુગ્વેથી મળેલ હારનો રાષ્ટ્રીય ત્રાસદી માનતા આવ્યા હતા પણ હવે જોવાનુ રહેશે કે 64 વર્ષ પછી ટુર્નામેંટની મેજબાની કરી રહેલ દેશ પર જર્મનીના હાથે આ હારની કેટલી અસર થશે. 
      
બીજી બાજુ સતત ચોથો વિશ્વકપ સેમીફાઈનલ રમી રહેલ જર્મન ખેલાડીઓ પહેલા હાફમાં મેચનુ પરિણામ સ્પષ્ટ કરી દીધુ હતુ.  જ્યારે તેમને સાત મિનિટની અંદર ચાર ગોલ કર્યા. મૂલર પછી બ્રાઝીલી ડિફેંસ વિખરાય ગયુ.  
      

વેબદુનિયા પર વાંચો