બ્રાજીલને ઓલંપિક-2016ની મેજબાનીની આશા

ભાષા

ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2009 (15:40 IST)
બ્રાજીલને આશા છે કે, તે 2016 માં યોજાનારી ઓલંપિક રમતોની મેજબાની મેળવામાં તે સફળ રહેશે. મેજબાની પ્રાપ્ત કરવાને લઈને બ્રાઝીલની જાપાન, સ્પેન અને અમેરિકાથી કડક ટક્કર છે.

આંતરરાષ્ટ્રીય ઓલંપિક સમિતિ (આઈઓસી) બે ઓક્ટોબરના રોજ કોપેનહેગનમાં 2016 ઓલંપિક રમતોના મેજબાનની જાહેરાત કરશે.

આ ગૌરવપૂર્ણ રમત આયોજનની મેજબાની પ્રાપ્ત કરનારાની દોડમાં રિયો ડી જેનેરિયો, ટોક્યો, મૈદ્રિડ અને શિકાગો મુખ્ય હરીફ છે.

રિયો ડી જિનેરિયોના મેયર એડુઆડરે પેસે કાલે પત્રકારોને જણાવ્યું કે, બે ઓક્ટોબરના રોજ કંઈ પણ થઈ શકે છે. અમને મેજબાની મળવાની આશા છે અને તેના માટે સારી તૈયારી કરી રાખી છે. પેસે જણાવ્યું કે, આઈઓસીએ રિયો ડી જિંનેરિયો પ્રત્યે સકારાત્મક આંકલન કર્યું છે અને અધિકાશ રમત પ્રસ્તોતાઓનું માનવું છે કે, ઓલંપિક રમતોની મેજબાનીને લઈને રિયો ડી જિનેરિયોની મુખ્ય ટક્કર ટોક્યો સાથે થશે.

વેબદુનિયા પર વાંચો