બેકહેમે 100 મેચ રમવાનો રેકોડ સર્જ્યો

ગુરુવાર, 27 માર્ચ 2008 (15:44 IST)
પેરિસ. વિશ્વનાં સૌથી લોકપ્રિય ફુટબોલરોમાં સામેલ ડેવિડ બેકહેમે આંતરરાષ્ટ્રીય મેચોની સદી પૂર્ણ કરી છે. પરંતુ તેમની 100 મી મેચમાં ઈંગ્લેન્ડે ફ્રાંસનાં હાથે પરાજયનો સામનો કરવો પડ્યો.

ફ્રેંક રિબેરીનાં એકમાત્ર ગોલનાં કારણે ફ્રાંસે 1-0 થી જીત નોંધાવી હતી. સ્ટેડિયમમાં મોટા પ્રમાણમાં હાજર રહેલા દર્શકોએ બેકહેમનું તાળીઓનાં ગડગડાટથી સ્વાગત કર્યું હતું.

32 વર્ષનાં બેકહેમે કહ્યું હતું કે, સો મેચ રમ્યા બાદ પણ મેં સંન્યાસ લેવાનો વિચાર પણ કર્યો નથી. તેમણે કહ્યું હતું કે હું ખૂબ જ જીદ્દી છું અને વધું ને વધું વર્ષ સુધી રમવા ઈચ્છું છું. મેં પોતાની ફિટનેશ સાબિત કરી દીધી છે અને લોસ એંજેલસ ગેલેક્સી સાથે અમારું સત્ર શરૂ થવાનું હજું બાકી છે.

બેકહેમને મેચ દરમિયાન ફ્લોરેંટ માલૂડાનું શર્ટ ખેચવા માટે પીળું કાર્ડ દેખાડવામાં આવ્યું હતું. બેકહેમ હવે સૌથી વધું આંતરરાષ્ટ્રીય મેચ રમવાનારા ઈંગ્લેન્ડનાં પાંચમાં ખેલાડી બની ગયા છે.

વેબદુનિયા પર વાંચો