ફાઇનલમાં સીરિયાને હરાવીશું : હાટન

ભાષા

રવિવાર, 30 ઑગસ્ટ 2009 (15:35 IST)
ભારતીય કોચ બોબ હાટને કહ્યું છે કે, નેહરૂ કપ આંતરરાષ્ટ્રીય ફુટબાલ ટૂર્નામેંટના સોમવારે યોજાનારા ફાઈનલ મુકાબલામાં સીરિયાને હરાવવા માટે તેમણે પોતાની રમતમાં સુધાર કરવો પડશે. તેમણે સ્વીકાર કર્યો કે, સીરિયાથી હાર્યા બાદ ભારતનું મનોબળ ઓછું થયું નથી અને ભારતીય ખેલાડીઓએ શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કર્યું.

હાટને સ્વીકાર કર્યો કે, તેના ખેલાડીઓ એ ટીમથી હાર્યા જેણે શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કર્યું પરંતુ તેમણે કહ્યું કે, તે હજુ પણ ફાઈનલમાં સીરિયાને હરાવી શકે છે. ભારતીય ટીમને આજે સીરિયાથી 0-1 થી પરાજયનો સામનો કરવો પડ્યો જેના બાદ હાટને કહ્યું, 'અમે આજે સારુ રમ્યાં અને ઓછા અંતરથી હાર્યા.

તેમણે કહ્યું 'સીરિયા એક મજબૂત ટીમ છે. અમારે સોમવારે તેમને હરાવવા માટે અમારી ગેમમાં સુધાર કરવો પડશે. દર્શકોની પુષ્કળ સંખ્યા અને સારા વાતાવરણથી મને લાગે છે કે, અમે ફાઈનલમાં તેને હરાવી શકીએ છીએ.

વેબદુનિયા પર વાંચો