દુબઈમાં નોવાક જોકોવિચની ધુમ

ભાષા

સોમવાર, 2 માર્ચ 2009 (12:46 IST)
વિશ્વના નંબર ત્રણ ખેલાડી નોવાક જોકોવિચે દુબઈ ચૈમ્પિયનશિપના ફાઈનલમાં ડેવિડ ફેરરને 7-5, 6-3થી હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો. બંને વચ્ચે જોરદાર મુકાબલો થયો જેમાં સર્બિયાના જોકોવિચ સ્પેનિશના પ્રતિદ્વંદ્વી પર ભારે પડ્યા હતાં.

પ્રથમ સેટમાં જોકોવિચને સઘર્ષ કરવો પડ્યો હતો. અને તેમણે સતત 8 અંક ગુમાવ્યા હતાં. જોકે ટાઈબ્રેકરમાં તેમને સફળત મળી. બીજા સેટમાં જોકોવિચ એક સમયે 4-1થી આગળ હતાં. પરંતુ ફેરરે પાછા ફરતા સ્કોર 4.3 કરી લીધો. પરંતુ ડબલ ફોલ્ટના કારણે તેમણે જોકોવિચને ફરી તક આપી દીધી.

વિશ્વના નંબર એક ખેલાડી રાફેલ નદાલ અને બીજા ક્રમના રોજર ફેડરરે પહેલાથી જ સ્પર્ધામાંથી નામ લઈ લીધા હતા.

જીત બાદ જોકોવિચે કહ્યુ કે ફાઈનલ મેચમાં કોઈ દાવેદાર નથી હોતું કારણ કે દરેક ખેલાડી શાનદાર પ્રદર્શન કરવા માંગતો હોય છે.

વેબદુનિયા પર વાંચો