જિતેન્દ્રએ પાકિસ્તાની મુક્કેબાજને પછાડ્યો

ભાષા

મંગળવાર, 18 માર્ચ 2008 (19:50 IST)
નવી દિલ્હી. કઝાકિસ્તાનના અસ્તાનામાં ચાલી રહેલી બીજી એશિયાઈ ઓલેમ્પિક મુક્કેબાજી ક્વાલિફાયમાં ભારતીય બોક્સર જિતેન્દ્ર કુમારે આજે લાઈટ ફ્લાઈવેટ વર્ગમાં વિશ્વ ચેમ્પિયનશીપમાં 2003માં કાંસ્ય પદક જીતનાર પાકિસ્તાનના બોક્સર કરીમને પરાજીત કર્યો હતો. હરિયાણાના મુક્કેબાજ જિતેન્દ્રએ પાકિસ્તાની બોક્સરને અંકોના આધારે હરાવ્યો હતો. આ સ્પર્ધા દરમિયાન કોમ્પ્યુટર બંધ પડી જતાં સ્કોરીંગ કરવી પડી હતી.

વેબદુનિયા પર વાંચો