ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગેરી કર્સ્ટનની ‘સેક્સ થિયરી’ને હોકીના દિગ્ગજ ખેલાડીઓ પણ સાચી માની રહ્યા છે. થોડા દિગ્ગજ ખેલાડીઓએ આ બાબતે જણાવ્યું હતું કે 1973માં ટીમ મેનેજમેન્ટે ખેલાડીઓની શારીરિક જરૂરીયાતો પર ધ્યાન નહીં આપવાને કારણે ભારત વર્લ્ડ કપ હારી ગયું હતું.
ભૂતપૂર્વ ઓલિમ્પિયન અશોક કુમાર અને અસલમ શેર ખાએ આ બાબતે ખુલીને વાત કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે જો સેક્સ નહીં કરવાના કારણે ખેલાડીઓમાં માનસિક અવરોધ પેદા થતો હોય તો તેને સેક્સની છૂટ આપવી જોઈએ.
સેક્સ પર પ્રતિબંધ લાદવાના કારણે માનસિક અવરોધ ઉભો થાય છે. એવામાં જો ખેલાડીની શારીરિક જરૂરીયાત પુરી કરવામાં આવે તો ખેલાડીના દેખાવ તેની સારી અસર થાય છે.
અશોકે આ માટે 1973માં એમ્સટેલવીન ખાતે યોજાયેલા વર્લ્ડ કપનું ઉદાહરણ આપ્યું હતું. વર્લ્ડ કપમાં ભારતીય ટીમ હોલેન્ડ સામે 4-2થી હારી ગઈ હતી.