બીજિંગ ઓલિમ્પિકમાં નિશાનેબાજમાં સુવર્ણ પદક જીતવા બદલ અભિનવ બિન્દ્રાને ગઈકાલે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પટના ખાતે આમંત્રીત કર્યા હતાં. અને તેમની આ સિદ્ધિ બદલ તેમને 11 લાખનો ચેક એનાયત કરવાનો કાર્યક્રમ ગોઠવાયો હતો.
પંરતુ ગઈકાલથી દેશમાં સામાન્ય ચૂંટણીના પડઘમ મંડાઈ જવાથી આચારસંહિતા લાગી ગઈ,જેના કારણે મુખ્યમંત્રી દ્વારા આ ચેક અભિનવ બિન્દ્રાને આપી શકાયો નહી.