અમૃત સંચાર અને શિખ ધર્મ

N.D

ખાલસા પંથનું નિર્માણ અમૃતસરથી થયું હતું. શિખોના દસમા ગુરૂ સાહેબ શ્રી ગુરૂ ગોવિંદસિંહે 1699માં અમૃતને તૈયાર કર્યું અને ત્યાર બાદ ખાલસા પંથ બન્યો.

શિખ ધર્મના સૌથી પહેલાં ગુરૂ ગુરૂનાનક સાહેબને શિખ ધર્મની નીવ રાખી હતી. ગુરૂનાનક દેવજીથી લઈને પાંચમા ગુરૂ ગુરૂઅર્જુન દેવજીએ લોકોને કર્મકાંડોથી બચાવવા પર વિશેસ ધ્યાન આપ્યું હતું. તેમણે તત્કાલીન સમાજમાં પ્રચલિત સતિપ્રથા, જાતિ, લિંગ, રંગ, ભેદને સમાપ્ત કરવામાં પણ જોર આપ્યું હતું. તેમણે બધાની સાથે એક જેવો જ વ્યવહાર કરવાનો અને કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કરવા પર પણ જોર આપ્યું હતું.

આ વચ્ચે સંસારમાં વધી રહેલા ઝુલ્મોને ખત્મ કરવા માટે છઠ્ઠા ગુરૂ ગુરૂહરગોવિંદજીએ ઝુલ્મોની વિરુધ્ધ લડાઈ કરી હતી અને તલવારથી તેનો સામનો કરવાની પ્રેરણા આપી હતી. તેમણે પોતાના હાથમાં તલવાર ઉપાડી અને અન્યાયની સામે ઉભા રહીને તેનો વિરોધ કરવાની પ્રેરણા આપી.

નવમા ગુરૂ તેગબહાદુરજીએ કાશ્મીરના પંડિતોનો ધર્મ બચાવવા માટે દિલ્હીમાં પોતાનું માથું આપવામાં સહેજ પણ સંકોચ નહોતો કર્યો. ગુરૂતેગબહાદુરજીના બલિદાન બાદ ગુરૂ ગોવિંદસિંહજીએ તેમની ગાદી સંભાળી હતી.

ગુરૂગોવિંદસિંહે આડંબર અને અત્યાચારની વિરુધ્ધ પોતાની લડાઈમાં તેમણે જોયું કે તેમનો સાથ આપનાર લોકોની સંખ્યા ઘણી ઓછી છે. તેમને અનુભવ્યું કે સમય આવી ગયો છે કે તેમની ઓળખ અલગ રૂપે થાય. તે ઉપરાંત તેમની સાથે જે લોકો જોડાય તેમનામાં શક્તિનો સંચાર પણ થાય જેથી કરીન ઝુલ્મોનો નાશ થઈ શકે.

ગુરૂગોવિંદસિંહ સાહેબે 1699માં બધા જ નાનક નામ લેનારા લોકોને એક જગ્યાએ એકત્રિત કર્યાં અને એક ખુલ્લી તલવાર લઈને બધાની સામે આવ્યાં. તેમાં હાજર રહેલાં જનસમુદાયને તેમણે કહ્યું કે જે કોઈ પણ મારો શિષ્ય (શિખ) બનવા માંગતો હોય તે પોતાનું માથું અર્પણ કરે. તેના માટે સૌથી પહેલાં દયારામજીએ પોતાના શીશની આહુતિ આપી અને ત્યાર બાદ અન્ય ચાર લોકોએ પણ પોતાના શીશ અર્પિત કર્યાં. આ પાંચ લોકોને આજે પંચપ્યારા નામથી ઓળખવામાં આવે છે.

ગુરૂજીએ શીશા કાપ્યા પણ અને પાછા જોડી પણ દિધા. પરંતુ શીશ માંગવા પાછળનો તેમનો હેતું હતો કે જેઓ ઝુલ્મને ખતમ કરવા માંગે છે તે પહેલાં મૃત્યુંને ગળે લગાવી લે. ત્યાર બાદ તેમણે એક લોખંડના વાસણમાં અમૃત તૈયાર કર્યું અને આ પાંચ પ્યારાઓને પીવડાવ્યું અને તેમને અમૃતના નિયમ જણાવ્યાં.

ગુરૂજીના અનુસાર દરેક શીખના હાથમાં લોખંડનું કડું હોવું જોઈએ, જેને તેઓ પોતાના ગુરૂ દ્વારા પહેરાવેલી હથકડી સમજે. જેથી કરીને જ્યારે પણ તેમના હાથ ખોટુ કામ કરવા માટે ઉઠે તો તે કડાને જોઈને થોભી જાય. ગુરૂજીએ કિરપાણ ધારણ કરવાનો હુકુમ આપ્યો જેથી કરીને ગરીબ, લાચાર, અનાથ અને સ્વયંની પણ રક્ષા કરી શકાય. ગુરૂજીએ તેમને કહ્યું કે આનો ઉપયોગ ફક્ત ઝુલ્મ રોકવા માટે જ કરવામાં આવે.

ગુરૂગોવિંદસિંહે શિખોને એક અલગ ઓળખ બનાવવાનો હુકુમ આપ્યો અને તેમને વાળ વધારવાનું કહ્યું. તેમણે કહ્યું કે કોઈ પણ શીખ પોતાના શરીરના માથાથી લઈને પગ સુધીના કોઈ પણ વાળને નહી હટાવે અને વાળને હંમેશા દસ્તાર બાંધીને ઢાંકીને રાખશે.

તેમણે આ કેશને સાચવાવા માટે કાંસકો આપ્યો જે લાકડીનો બનેલ હોય છે અને આને હંમેશા માથામાં લગાવીને રાખવાનો આદેશ આપ્યો. ગુરૂ ગોવિંદસિંહે દરેક શીખને કછીહરા પહેરવનો હુકુમ આપ્યો. તેમણે કહ્યું કે શીખ દરેક પારકા સ્ત્રી-પુરૂષને ભાઈ- બહેન માનશે. ખોટા રસ્તા પર જતાં પહેલાં કછીહરા તેમને ગુરૂ ગોવિંદસિંહની યાદ અપાવશે.

ગુરૂ ગોવિંદસિંહે થોડાક નિયમ બીજા પણ જણાવ્યાં હતાં જેની અંદર પ્રમુખ છે- કયા પ્રકારના નશાનું સેવન ન કરવું જોઈએ. પાન, તમાકુ, બીડી, સિગરેટ, ગુટકા, ભાંગ વગેરેનું સેવન ન કરવું જોઈએ. માંસનું પણ સેવન ન કરવું જોઈએ, નીતનેમ કરવા, પોતાની કમાણીનું જ ખાવું જોઈએ, કોઈનું એઠું ન ખાવું જોઈએ, મૂર્તિ કે કબરની પૂજા ન કરવી, પોતાની કમાણીનો દસમો ભાગ ગરીબોની સેવામાં એક ગુરૂ ઘરમાં આપવો જોઈએ વગેરે.

વેબદુનિયા પર વાંચો