શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યા ઓ કરે છે વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે.સારો વર' મેળવવા માટે યુવતિઓ આ વ્રત કરે છે. પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજે (સુદ ત્રીજ) કુંવારિકાએ સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી શણગાર સજી ભગવાન ભોળેનથ મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીની પુર્ણ શ્રદ્ધાથી પૂજા કરવી. ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરવી પછી ફુલ સુંઘીને ફળાહાર કરવો.
વ્રતની વિધિ: આ વ્રત શ્રાવણ વદ ત્રીજના દિવસે કરવામાં આવે છે. કુંવારીકાઓ સારા પતિ માટે અને પરણિત સ્ત્રીઓ પતિના દીર્ધાયુ અને સર્વાંગી વિકાસ માટે આ વ્રત કરે છે. સવારે વહેલા ઊઠી નાહી-ધોઈ લીમડાના વૃક્ષની અને મહાદેવજીના મંદિરે શિવ-પાર્વતીની ભક્તિભાવથી પૂજા કરવી. આ દિવસે ઉપવાસ રાખવો. સૌથી પહેલામા પાર્વતીએ ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે કરેલ હતું. આ વ્રતની વિશેષ ખાસિયત એ છે કે કોઈપણ વસ્તુ ખાવા-પીવા માટે ફૂલ સૂંધીને અંગીકાર કરવામાં આવે છે. ચાહે પાણી પીવું હોય, ભોજન કરવું હોય કે અલ આહાર લેવો હોય. ગુલાબ, મોગરો, કેવડો કે અન્ય કોઈ પણ ફૂલ સૂંઘી શકાય. સાંજે ગાયનું પૂજન કરવું. રાત્રે જાગરણ કરી ઈષ્ટ દેવની સ્તુતિ કરવી.