vastu tips - ઘરમાં પૂર્વજોના ફોટા લગાવતા પહેલા આટલી વાતો ધ્યાન રાખો..

સોમવાર, 19 સપ્ટેમ્બર 2016 (14:38 IST)
શ્રાદ્ધનું મહત્વ જાણો- શ્રાદ્ધમાં વડીલો અને પૂર્વજોને યાદ કરો અને એમની કુરબાનીને યાદ કરવાના આ 15 દિવસ હોય છે. 
*દિવંગત પરિજનના વિષયમાં વાસ્તુશાસ્ત્રનું જરૂર ધ્યાન રાખવુ જોઈએ. 
 
*ઘરમાં પૂર્વજોના ચિત્ર હમેશા નૈત્રૃત્ય દિશામાં લગાડો. 
 

* આવા ફોટા દેવતાઓના ફોટા  સાથે ન સજાવો. 
 
* પૂર્વજ આદરણીય અને શ્રદ્ધાના પ્રતીક હોય છે. પણ એ ઈષ્ટ દેવનું સ્થાન નથી લઈ શકતા. 
 
* જીવતા હોય ત્યારે ન તો ખુદના ફોટા બનાવવા કે ન તો તમારા ચિત્રોની પૂજા કરાવવી. 
 
* શયનકક્ષમાં(બેડરૂમ)માં પૂજાઘર અને પૂર્વજોના ચિત્ર લગાવવા અપશકુન ગણાય છે. 
 
* પૂર્વજોના ફોટા ક્યારે પણ ઘરના મંદિરમાં ન લગાવવા.  
 
* દીવાલ પર દિવંગત પૂર્વજોના ફોટા એવી રીતે લગાડોકે ફોટાનું મોઢું દક્ષિણ તરફ હોય.
 
* રસોડામાં પણ મૃત પિતરોના ફોટો ન લગાવો. 
 

વેબદુનિયા પર વાંચો