Sarv Pitru amavasya- અમાવસ્યાને સર્વપિતૃ મોક્ષ અમાવસ્યા પિતૃ જાણો આ 10 રહસ્ય

મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (13:29 IST)
સર્વપિતૃ અમાવસ્યા પિતરોને વિદાય કરવાની અંતિમ તારીખ હોય છે 15 દિવસ સુધી પિતૃ ઘરમાં રહે છે અને અમે તેમની સેવા કરીએ છે પછી તેમની વિદાઈનો સમય આવે છે. 
 
આ અમાવસ્યાને સર્વપિતૃ મોક્ષ અમાવસ્યા પિતૃ વિસર્જની અમાવસ્યા મહાલય સમાપન અને મહાલય વિસર્જન પણ કહે છે. 
 
કહેવું  છે કે જે પિતર નહી આવી શકે કે જે પિતરની તિથિ અમે નહી જાણતા તે ભૂલ્યા વિસરેલા પિતરોને આ દિવસે શ્રાદ્ધ કરીએ છે તેથી આ દિવસ શ્રાદ્ધ જરૂર કરવુ જોઈએ. 
 
જો કોઈ શ્રાદ્ધ તિથિમાં કોઈ કારણથી  શ્રાદ્ધ ન કરી શકાય કે પછી શ્રાદ્ધની તિથિ ખબર ન હોય તો સર્વપિતૃ અમાવસ્યા પર શ્રાદ્ધ કરી શકાય છે. માન્યતા છે કે આ દિવસે બધા પિતર તમારા દ્વાર પર આવે છે. 
 
- સર્વપિતૃ અમાવસ્યા પર પિતૃ સૂક્તમ પાઠ, રૂચિ કૃત પિતૃ સ્ત્રોત, ગાયત્રી પાઠ, પિતૃ કવચ પાઠ, પિતૃ દેવ ચાલીસા અને આરતી, ગીતા પાઠ અને ગરૂડ પુરાણ પાઠ કરવાનો મહત્વ છે. 
 
શ્રાદ્ધ તમે ઘરમાં, કોઈ પવિત્ર નદી કે સમુદ્ર કાંઠે, તીર્થ ક્ષેત્ર કે વડના ઝાડ નીચે, ગૌશાળા પવિત્ર પર્વત શિખર અને સાર્વજનિક પવિત્ર જમીન પર દક્ષિણની તરફ મોઢું કરીને શ્રાદ્ધ કરાય છે. 
 
શાસ્ત્ર કહે છે કે "પુન્નામનરકાર ત્રાયતે ઈતિ પુત્ર" જે નરકથી ત્રાણ (રક્ષા) કરે છે તે જ પુત્ર છે. આ દિવસે કરેલ શ્રાદ્ધ  પુત્રને પિતૃદોષોથી મુક્તિ અપાવે છે. 
 
શાસ્ત્રો મુજબ કુતુપ રોહિણી અને અભિજીત કાળમાં શ્રાદ્ધ કરવુ જોઈએ. સવારે દેવતાઓનો પૂજન અને મધ્યાહનમાંં પિતરોનો જેને કુતુપ કાળ કહે છે. 
 
આ દિવસે ગૃહ કલેશ, દારૂ પીવુ, ચરખો, માંસાહાર, રીંગણા, ડુંગળી, લસણ, વાસી ભોજન, સફેદ તલ, મૂળા, દૂધી, સંચણ, સત્તૂ, જીરું, મસૂરની દાળ, સરસવનુ શાક, ચણા વગેરે વર્જિત ગણાય છે. 
 
સર્વપિતૃ અમાવસ્યા પર તર્પણ પિંડદાન અને ઋષિ દેવ અને પિતૃ પૂજન પછી પંચબલિ કર્મ કરીને 16 બ્રાહ્મણૉને ભોજન કરાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર