મુક્તિના પ્રથમ દ્વાર પર કરો પિંડદાન, શ્રી વિષ્ણુ સાથે 33 કરોડ દેવી-દેવતાઓ આપશે પિતૃઓને મોક્ષ

મંગળવાર, 20 સપ્ટેમ્બર 2016 (14:36 IST)
પિતૃપક્ષમાં શ્રાદ્ધ કર્મ કરી પિંડદાન અને તર્પણ કરવાથી પૂર્વજોની સોળ પેઢીઓની આત્માને શાંતિ અને મુક્તિ મળી જાય છે.  પ્રયાગને પિતરોની મુક્તિ માટે પ્રથમ અને મુખ્ય દ્વાર એવુ માનવામાં આવે છે.  અહી પિંડદાનનુ વિશેષ મહત્વ છે.  પ્રયાગના સંગમ પર હજારો શ્રદ્ધાળુ પિંડદાન અને તર્પણ કરીને ત્રિવેણીની ધારામાં ડુબકી લગાવીને પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. 
 
પ્રયાગમાં મુંડન કર્યા પછી વાળનુ દાન કરવામાં આવે છે. ત્યારબાદ સત્તર પિંડ તૈયાર કરીને તેનુ પૂજન કર્યા પછી વિધિ-વિધાનથી સંગમમાં વિસર્જિત કરીને બાકીના અનુષ્ઠાન કરવામાં આવે છે. 
 
ધર્મ શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુને મોક્ષ અર્થાત મુક્તિના દેવતા માનવામાં આવે છે. પ્રયાગમાં ભગવાન વિષ્ણુ બાર વિવિધ રૂપોમાં વિરાજમાન છે. એવુ કહેવાય છે કે ત્રિવેણીમાં ભગવાન વિષ્ણુ બાળ મુકુંદ સ્વરૂપમાં વાસ કરે છે. આ કારણે પ્રયાગને પિતૃ મુક્તિનો પ્રથમ અને સૌથી મોટુ દ્વાર માનવામાં આવે છે. આ ઉપરાંત કાશીને મધ્ય અને ગયાને અંતિમ દ્વાર કહેવમાં આવે છે. પ્રયાગમાં શ્રાદ્ધ કર્મનો આરંભ મુંડન સંસ્કારથી થાય છે. અહી મુંડન પછી વાળનુ દાન વાળનુ દાન કરવામાં આવે છે. ત્યારબાદ તલ, જવ અને લોટથી 17 પિંડ બનાવીને વિધિ વિધાનની સાથે તેમનુ પૂજન કરીને તેમને ગંગામાં વિસર્જીત કરવા અને સંગમમાં સ્નાન કરી જળનુ તર્પ્ણ કરવાની પરંપરા છે. 
 
એવુ કહેવાય છે કે ત્રિવેણી સંગમમાં પિંડદાન કરવાથી ભગવાન વિષ્ણુ સાથે જ પ્રયાગમાં વાસ કરનારા 33 કરોડ દેવી-દેવતા પણ પિતરોને મોક્ષ પ્રદાન કરે છે.  

વેબદુનિયા પર વાંચો