પિતૃ પક્ષ દરમિયાન પડનારા શુક્રવારે અને શનિવારે સૂર્યાસ્ત પછી કોઈ પીપળાના ઝાડની નીચે પિત્રોના નિર્મિત સફેદ કપડાનુ આસન લગાવીને તેના પર નાનકડુ માટીનું કળશ સ્થાપિત કરો. કળશ પર સાત બત્તીવાળો દિવો પ્રગટાવીને તેનુ સફેદ ચંદન અને ચોખાથી પૂજન કરો. કહેવાય છે કે પીપળ વૃક્ષમાં પિતૃગણ નિવાસ કરે છે અને ખાસ કરીને પિતૃ પક્ષમાં પિતૃ લોકથી આવીને સોળ દિવસ પીપળ પર પણ નિવાસ કરે છે.